આપણે બધા લોકો સુરતની ઘટના વિષે તો જાણીએ જ છીએ, સુરતની ઘટના બન્યા બાદ ગુજરાતના બધા લોકો ખુબ જ દુઃખી થઇ ગયા હતા, આજે પણ ગ્રીષ્માના પરિવારના બધા લોકો તેને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેની માંગણી કરી રહ્યા છે, આ ઘટના બન્યા બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટ શેર કરીને પ્રતિક્રિયાઓ પણ આપી હતી.
સુરતની આ ઘટના બન્યા બાદ એક બા સામે આવ્યા હતા, આ બાએ આખા ગુજરાતના બધા લોકોને એક વાત કહી હતી, આ બાનું નામ ભારતીબેન હતું, ભારતીબા એ આખા ગુજરાતના લોકોને કહ્યું હતું કે હાલની આ પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે આપણી લાડકી દીકરીઓને ગરબા, બ્યુટીપાર્લર જેવા ક્લાસ કરવાની સાથે સાથે માર્શલ આર્ટ અને કરાટે જેવા ક્લાસ કરવા જોઈએ.
તેથી બધી દીકરીઓ તેમનું રક્ષણ જાતે જ કરી શકે, ગ્રીષ્માનું મૃત્યુ થઇ ગયું તેવી બીજી કોઈ દીકરીનું મૃત્યુ ના થાય તે માટે આ ક્લાસ કરવા બધી દીકરીઓ માટે જરૂરી છે, હાલમાં દિવસેને દિવસે આવા કિસ્સાઓ બનતા વધી રહ્યા છે, તેથી હવે બધા લોકોએ બહેન અને દીકરીઓ તેમનું રક્ષણ જાતે જ કરી શકે તે માટે બધી દીકરીઓને આત્મનિર્ભર બનાવી પડશે.
આખા ગુજરાતમાં રહેતી બધી દીકરીઓને આ ભારતીબાએ પ્રેરણા આપી હતી અને સંદેશો આપીને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે બીજાની પર ડીપેન્ડ રહેવાની જગ્યાએ જાતે જ પોતાનું રક્ષણ કરો અને આત્મનિર્ભર બનો, હાલમાં ફેનિલને કોર્ટમાં સુનવણી ચાલી રહી છે, કોર્ટ જલ્દીથી જલ્દી પુરાવા અને ગવાહો પાસેથી સાબિતી લઈને ફેંસલો જાહેર કરશે.
તેથી આજે પણ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ તેમની લાડકી દીકરીને યાદ કરીને રડી પડે છે, ગ્રીષ્માના પરિવારના બધા લોકો તેમની દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેની સરકાર પાસે માંગણી કરી રહ્યા છે, બધા લોકો ફેનિલને કડકમાં કડક સજા થાય તેવી સરકારને અપીલ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!