ક્રિસ્ટલ પોલિશ્ડ હીરાનું મેન્યુફેક્ચરીંગ કરતી રશિયાની મુખ્ય કંપની છે.રશિયાના સ્મોલેન્સ્ક વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ નામની કંપનીએ હવે રફ હીરામાંથી પોલિશ્ડ હીરાનું મોટા પાયે મેન્યુફેક્ચરીંગ કરવા કંપનીએ આધુનિક મશીનરીનીનો ઉપયોગ કરવામાં નિપુણતા મેળવી લીધી છે.ક્રિસ્ટલના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે રફ હીરામાંથી પોલિશ્ડ હીરા તૈયાર કરવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં મોટા પાયે કામગીરી શરૂ કરવા અમો સજ્જ બન્યા છીએ.
મીડીયા અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ 2019 માં ક્રિસ્ટલ કંપનીને રશિયાની અગ્રણી રફ ઉત્પાદક કંપની અલરોઝાએ ખરીદી લીધી હતી.ત્યારબાદ આ કંપનીએ જેટ ગતિએ પ્રગતિ કરી છે.હીરાને પોલિશ્ડ કરવા માટે અલરોઝાની માલીકીના રશિયાના વિવિધ સ્થળો પર ચાલતા છુટા છવાયા તમામ કારખાનાઓને સ્મોલેન્સ્ક સ્થિત ક્રિસ્ટલના મુખ્ય અને આધુનિક પ્લાન્ટમાં એક છત નીચે લાવી ક્રિસ્ટલ કંપનીના નેજા હેઠળ લાવી હીરાને તૈયાર કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરી દેવામાં આવી છે.
ક્રિસ્ટલે ચાર નવા ઓટોમેટિક મેનિપ્યુલેટર ખરીદ્યા છે અને આગામી જાન્યુઆરીમાં વધુ 36 ઓટોમેટિક મેનિપ્યુલેટર ખરીદવા જઈ રહી છે.આ સ્વચાલિત ટેકનોલોજીની મદદથી હીરાને તૈયાર કરવામાં આવશે.હીરાને તૈયાર કરવાની ઉચ્ચ સ્તરની ટેકનીકો હીરાને તૈયાર કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને વધુ સમજી શકાય તેવી બનાવે છે.
આ ઉચ્ચ સ્તરની ટેકનોલોજીનો ઉપયોગ રફ હીરાનો ત્રિ-પરિમાણીય નકશો બનાવવા માટે થાય છે.હીરામાં રહેલી વિવિધ ખામીઓની સૌથી સચોટ ઓળખ થવાની સુવિધાથી સૌથી મોંઘા અને ઉચ્ચ-સ્પષ્ટતાવાળા પોલિશ્ડ હીરાનું ઉત્પાદન કરવા માટે રફ હીરાનો પ્લાન લેવો શક્ય છે.
કંપનીના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, સૌથી સુસંગત ડાયમંડ સ્કેનિંગ સિસ્ટમ્સ,આધુનિક લેસર ટેક્નોલોજી અને કટીંગ પ્રક્રિયાઓના ઓટોમેશનના ઉપયોગ પર આધારિત મશીનરીનો પહેલેથી જ ક્રિસ્ટલમાં ઉપયોગ થઈ રહ્યો છે.જેનાથી હીરાને પોલિશ્ડ કરવાની પ્રક્રિયાના તમામ તબક્કાઓ પર ડિજીટલાઇઝિંગ કાર્યને મંજૂરી આપશે અને એન્ટરપ્રાઇઝને નવા સ્તરે લાવી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!