બદ્રીનાથ દર્શન કરવા પહોંચેલા ભારતના અરબપતિ એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મલિક મુકેશ અંબાણીએ આટલા અધ્ધ્ધ કરોડનું કર્યું દાન

ઇન્ડિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજર ડાયરેક્ટર મુકેશ અંબાણી કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે. તેઓ ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ છે તેથી તેનો પરિવાર કે તેઓ કંઈ પણ કરે તો તેની ચર્ચા અચૂક થાય છે. આવું જ કામ તાજેતરમાં તેમણે કર્યું છે.

તાજેતરમાં જ મુકેશ અંબાણી બદ્રીનાથ ભગવાન અને કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. તેઓ દર વર્ષે અહીં દર્શન કરવા જાય છે આ વર્ષે પણ તેઓ બદ્રીનાથ પહોંચ્યા હતા. તેમણે અહીં વિશેષ પૂજા પ્રાર્થના કરી અને પછી દેશની સમૃદ્ધિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી. ત્યાર પછી તેઓ કેદારધામ પહોંચ્યા.

મુકેશ અંબાણી નું સ્વાગત કેદારનાથ સમિતિએ કર્યું. મુકેશ અંબાણી જ્યારે અહીં ગયા હતા ત્યારે ખાલી હાથે ગયા નહીં. જોકે મુકેશ અંબાણીને પણ મંદિર તરફથી ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવાતી તુલસીની માળા ભેટમાં આપવામાં આવી.

ભારતના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ મંદિરમાં મુકેશ અંબાણી સાદગીથી એક સામાન્ય ભક્તોની જેમ ગયા અને બદ્રીનાથ ભગવાનના દર્શન કર્યા. તેઓ ગુરુવારે ઉત્તરાખંડ રાજ્યની મુલાકાતે હતા અને અહીં તેમણે બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામની મુલાકાત લીધી. આ મુલાકાત પછી મુકેશ અંબાણીએ મંદિરમાં પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું.

મહત્વનું છે કે બદ્રીનાથ ધામ પહેલા મુકેશ અંબાણી આંધ્ર પ્રદેશમાં આવેલા તિરૂપતિ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. અહીં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કરીને દોઢ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *