ધ્યાન રાખજો / સુરતના આ બે લન્ગરીયા પોતાના મોજશોખ માટે કરે છે એવું કામ, તે જાણીને તમે પણ સાવધાન થઈ જશો

ટોપ ન્યૂઝ સુરત

સુરત મોજશોખ માટે વાહનોની ચોરી કરનાર બે યુવાનોને કાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. જેઓની પાસેથી પોલીસે બુલેટ સહિત 7 ચોરીની બાઇકો કબજે કરી હતી અને અડાજણ, ઉમરા પોલી મથકના 7 ચોરીના ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બે યુવાનો ચોરીની બાઇક લઈને વરાછા ગરનાળા પાસે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બન્નેને ઝડપી પાડ્યા હતા. બન્ને પાસે ગાડીના પુરાવા માંગતા રજૂ નહિ કરી શકતા પોલીસે બન્નેની અટકાયત કરી ચોરીનું બાઇક કબજે કર્યું હતું.

પોલીસ પૂછપરછમાં બન્નેએ પોતાનું નામ દીપેશ દેવાણી અને નગરાજ ભાર્ગવ જણાવ્યું હતું. તેઓ બન્ને મોજશોખ માટે આ બાઇકોની ચોરી કરતા હોવાનું પોલિસ સમક્ષ કબૂલાત કરી હતી. તેઓએ ઉમરા, અડાજણ તથા ખટોદરા મળી કુલ 7 બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મોંઘીદાટ એવી બુલેટ સહિત 7 ચોરીની બાઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.