અરે બાપરે…CNG કારમાં બ્લાસ્ટ / ભરૂચમાં ગેસ પુરાવતી વખતે CNG કારમાં જબરદસ્ત મોટો બ્લાસ્ટ, કારના ફુરચેફુરચા ઊડ્યા, જોઈલો CCTV વિડિઓ

ટોપ ન્યૂઝ ભરૂચ

ભરૂચમાં ગેસ પુરાવતી વખતે CNG કારમાં બ્લાસ્ટના CCTV, કારના ફુરચેફુરચા ઊડ્યા, અફરાતફરીનો માહોલ સર્જાયો

  • CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ વખતે કારની ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડતાં અફરાતફરી મચી
  • ફિલર સહિત 2 કારની 4 વ્યક્તિનો આબાદ બચાવ

દિવાળીના તહેવારોની હજી શરૂઆત નથી થઈ ત્યાં ભરૂચમાં આગ અને ધૂમધડકાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં જ સુરતની લકઝરી બસ હાઇવે પર સળગી ઊઠવાની ઘટના બાદ બુધવારે રાતે નર્મદા ચોકડી પર CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ વખતે કારની ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડવા સાથે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. CNG પમ્પ પર લાગેલા CCTVમાં બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ હતી. સદનસીબે સુરતના કોન્ટ્રેકટર પરિવાર અને CNG પમ્પ પર હાજર સ્ટાફનો ચમત્કારિક બચાવ થયો હતો. ફિલર સહિત બે કારની 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

સદનસીબે જાનહાનિ ટળી
દિવાળીના તહેવારો ટાણે ભરૂચમાં આગ લાગવાની, અકસ્માતો અને ધડાકાઓની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી બની રહી છે. થોડા દિવસ પહેલાં હાઇવે પર અંકલેશ્વર ટોલ પ્લાઝા નજીક બર્નિંગ બસની ઘટના બાદ બુધવારે રાતે CNG કારની ટાંકી ફાટી હતી, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, સુરતના હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રેકટર નરેન્દ્ર વિનુભાઈ ખાતરા બુધવારે રાતે સુરતથી તેમની હોન્ડા જાજ કાર લઇ વડોદરા તરફ જઈ રહ્યા હતા. રાતે 11.50 કલાકે તેઓ ભરૂચની નર્મદા ચોકડી પર આવેલા ગુજરાત ગેસના CNG સ્ટેશન પર ગેસ ભરાવા ગયા હતા. કારમાં CNG ભરાઈ રહ્યો હતો એ સમયે જ એકાએક ટેન્ક ફાટતાં અફરાતફરી મચી ગઇ હતી.

મોટી દુર્ઘટના ટળી
પ્રચંડ ધડાકા સાથે CNG ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા, જોકે કારચાલક અને એમાં સવાર વ્યક્તિ ગેસ ફિલિંગ વખતે દૂર હોવાથી તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ગેસ ભરી રહેલા ફિલર પણ સાઇડ પર હોવાથી તેઓ બચી ગયા હતા. રાતના સમયે ઓછાં વાહનોને કારણે મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી.

ટેન્ક ફાટવાથી CNG સ્ટેશનના 50 ફૂટ ઊંચા સીલિંગના પણ ફુરચા ઊડી ગયા હતા અને કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. હોન્ડા જાજ કાર 2017ની અમદાવાદ પાર્સિંગની પેટ્રોલ રજિસ્ટર્ડ હતી, જેનું RTOમાં CNG કિટ નખાવ્યા બાદ રજિસ્ટ્રેશન નહિ કરાયું હોવાની માહિતી હાલ બહાર આવી રહી છે.

CNG પંપ પર આ વાતોનું ખાસ ધ્યાન રાખો
મહત્ત્વનું છે કે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે લોકો હવે CNG કાર તરફ વળી રહ્યા છે, પરંતુ CNG કારચાલકો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો કદાચ તમારો જીવ પણ જઈ શકે છે, કેમ કે કેટલીક વાર લોકો CNG પુરાવતી વખતે પેટ્રોલ પંપવાળાએ સૂચના આપી હોવા છતાં તેઓ કારમાંથી નીચે નથી ઊતરતા હોતા, ત્યારે આ પ્રકારની ભૂલ તમારો જીવ પણ લઇ શકે છે.

CNG પંપ પર હંમેશાં ગેસ ભરતાં પહેલાં ત્યાંના કર્મચારી લોકોને વાહનમાંથી નીચે ઉતારી દેતા હોય છે. લોકોની સેફ્ટીને ધ્યાને રાખી આવું કરવામાં આવતું હોય છે. ત્યારે લોકોએ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા ગેસ રિફિલિંગ સમયે કારમાં ન બેસવું એ જ હિતાવહ છે. જો ગેસ રિફિલિંગ સમયે કારમાં કોઈ બેઠું હોત તો અહીં મોટી જાનહાનિ સર્જાઇ હોત.

ભરૂચની નર્દા ચોકડી પાસે એક CNG પંપ પર ગેસ રિફીલિંગ દરમ્યાન કારમાં બ્લાસ્ટની ઘટના બની હતી. સીએનજી પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં બ્લાસ્ટની ઘટના કેદ થઈ છે. જો સમયસર લોકો ત્યાંથી ભાગ્યા ન હોત તો મોટી જીવહાનિ થઈ શકી હોત. ફિલર સહિત 2 કારના 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડિઝલ (petrol diesel) ના ભાવમાં આજે પણ વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે 35 પૈસા અને 37 પૈસા વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થવાની અસર દેશમાં ઈંધણના ભાવ પર જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ (petrol price) 105 રૂપિયાને પાર પહોંચ્યા છે. જ્યારે ડિઝલના ભાવ (diesel price) 104 રૂપિયાને પાર પહોંચ્યા છે. મોંઘવારીના મારથી જનતા પરેશાન થઈ રહી છે ત્યારે પેટ્રોલ અને ડિઝલના સતત વધતા ભાવ જનતાની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતા લોકો સીએનજી તરફ વળ્યા છે. પરંતુ સીએનજી લગાવ્યા બાદ બિન્દાસ્ત થઈ જવાની જરૂર નથી. તેમાં પણ સાવચેતી ન રાખો તો આ રીતે બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેલી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.