પૂજારી બગડ્યો / 70 વર્ષના પુજારીએ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે દુ:ખ દૂર કરવાનું કહી અનેક મહિલાઓ સાથે કર્યું એવું કે જાણીને તમારું લોહી ઉકળશે

ગુજરાત ટોપ ન્યૂઝ

ખંભાતના ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા 70 વર્ષીય પૂજારી અમરનાથ વેદાંતીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી તેના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેતાં જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે સાઈબર એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલભેગો કર્યો છે પરંતુ બીજી તરફ આરોપી પૂજારીની કામલીલા માત્ર એક સગીરા પૂરતી જ નથી.

પરંતુ તેણે અનેક સગીરા અને મહિલાઓ સાથે કરતૂતો આચર્યા હોવાનું લોકો કહી રહ્યા છે. ગરીબ પરિવારની અને નિઃસંતાન મહિલાઓને દુ:ખ દૂર કરી આપવાનું કહીને લંપટ પૂજારી કામવાસના સંતોષતો હતો. જો પોલીસ આ દિશામાં તપાસ કરે તો અનેક કરતૂતોનો પર્દાફાશ થાય તેમ છે.

વર્ષ 2007માં ઉત્તરપ્રદેશથી અહીં આવીને વસેલા અમરનાથે આવ્યા પછીના ત્રણ વર્ષમાં જ તે જ્યાં રહેતો હતો તે સ્થળની કાયાપલટ કરી નાંખી હતી. ભક્તોના પૈસે ઐયાશી કરતાં પૂજારીએ રૂમની અંદર ત્રણ રૂમો બનાવી છે. જ્યાં માત્ર મહિલાઓને જવાની પરવાનગી હતી. રૂમના દરવાજા અને બારીઓને કાળી ફિલ્મ લગાવી હતી.

ઉપરાંત સમગ્ર મંદિર અને તેના રહેઠાણમાં તેણે સીસીટીવી કેમેરા મૂકાવ્યા હતા. જેને પગલે બહારથી આવેલી વ્યક્તિઓને તે જોઈ શકે. જ્યારે તેની રૂમમાં તેણે સીસીટીવી કેમેરા લગાવ્યા નહોતા. ડનલોપના ગાદલાં, બે એલઈડી ટીવી અને એસી સાથેની સંપૂર્ણ સજાવટ સાથેની રૂમમાં રહેતા આ પૂજારી જ્યારે પણ કોઈ મહિલા મંદિરે દર્શન કરવા આવતી ત્યારે તે અંદર રૂમમાં લઈ જતો હતો.

તેની સમગ્ર હકીકત જાણી લેતો હતો. સામાન્ય રીતે તે ગરીબ પરિવારની, નિ:સંતાન કે પછી પતિ દારૂડિયો હોય તેવી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. નિ:સંતાન મહિલાઓને બાધા રખાવતો હતો. પગે પડેલી મહિલાઓની પીઠ પર મોરપીંછની સાવરણી ફેરવી આશીર્વાદ આપી વશમાં કરી લેતો હતો.

આ સમયે શારીરિક અડપલાં કર્યા બાદ વિરોધ ન કરે તો શિકાર બનાવતો હતો. પૂજારીની દાનત પારખી જનાર મોટાભાગની સ્ત્રીઓ, પોતાની પુત્રીઓ સાથે મંદિરમાં પૂજા કરવા જવાનું ટાળતી હતી. ગૌરીવ્રતમાં કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ બીજા પૂજારીને સાથે રાખીને પૂજા કરવા જતી ત્યારે જોરથી લાઉડ સ્પીકર વગાડી વિક્ષેપ ઊભો કરતો હતો

ટેક્નોલોજીમાં પારંગત એવા વયોવૃદ્ધ લંપટ પૂજારી પાસે મોબાઈલ, લેપટોપ અને વેબકેમેરા હતા. તેનાં 11 જેટલાં ફેસબુક એકાઉન્ટ છે, જેના પર તેણે કેટલીક મહિલાઓ સાથે પોતાના ફોટા પડાવીને અપલોડ કર્યા છે. નોંધનીય બાબત તો એ છે કે, તેમાંના 8થી 9 એફબી એકાઉન્ટ થોડાં સમય પહેલાં જ તેણે બ્લોક કરી દીધાં હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.