બોટાદમાં કેમિકલયુક્ત દેશી દારૂ પીવાથી 50થી વધુ લોકોનાં મોત થયાનો મામલો હજી ઠંડો થયો નથી ત્યાં બૂટલેગરો પોલીસને નવો પડકાર ફેંકી રહ્યા છે. અમદાવાદમાં દારૂબંધીના કાયદાની સરેઆમ મજાક બનાવવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે. ( વિડિઓ નીચે આપેલો છે )
જેમાં એક યુવકે દારૂ અને બિયરનાં ટિન સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ વીડિયો અમદાવાદના રિવરફ્રન્ટ પાસેનો હોવાનું જણાઈ રહ્યું છે. કાર ચલાવતો નબીરો હાથમાં બિયરનું ટિન બતાવી રહ્યો છે. આ યુવક શહેરના જમાલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું અનુમાન છે.
પોલીસે વીડિયોને લઈને તપાસ શરૂ કરી દીધી છે. રિવરફ્રન્ટ બ્રિજ પર બિયરની બોટલ સાથેનો વીડિયો બનાવીને યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ચાલુ ગાડીએ યુવક બિયર પી રહ્યો હોવાનું પણ વીડિયોમાં સામે આવ્યું છે. આટલું ઓછું હોય એમ દારૂ ભરેલી ટ્રકની પાછળ કાર હંકારતો હોવાનું પણ વાઇરલ વીડિયોમાં દેખાય છે.
વીડિયોમાં દેખાઈ રહેલો યુવક આ વીડિયો બનાવી જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં યુવક બેશર્મીથી બેખૌફ થઈને દારૂની મજા માણતો હોય એવું દેખાઈ રહ્યું છે.આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પી આઈ આર એચ સોલંકીએ જણાવ્યું કે આ વીડિયો તપાસ કરી પણ જૂનો હોવાનું લાગતા કાર્યવાહી નથી કરી.
( વિડિઓ જોવા અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/08/03/04-ahmedabad-vedio-viral-harish-jae_1659506869/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!