અનોખી જેલ / આ જેલમાં કેદીઓને મળશે કોમ્પ્યુટર અને જિમની સુવિધા, જુઓ આ દેશમાં ખુલી વિશ્વની પ્રથમ સ્માર્ટ જેલ, ફેસેલિટી જાણીને તમને ચક્કર આવી જશે

ટોપ ન્યૂઝ વર્લ્ડ

જેલનું નામ સાંભળીને જ લોકો ડરી જતાં હોય છે, જો કે દુનિયામાં હવે એવી પણ જેલ બની રહી છે, જ્યાં ઘર કરતા પણ વિશેષ સુવિધાઓ મળવા લાગી છે. ચાલો જાણીને વિશ્વની પેહલી સ્માર્ટ જેલ વિષે.

અત્યાર સુધીમાં આપે કેટલીય જેલો વિશે સાંભળ્યું હશે, વાંચ્યું હશે. કોઈ જેલ આઈલેંડ પર બનાવામાં આવી છે, તો ક્યાંક વળી સુમસામ જગ્યા પર . પણ આજે અમે આપને એક એવી જેલ વિશે બતાવા જઈ રહ્યા છીએ, જેમાં કેદીઓને કોમ્પ્યુટર, ટેબલેટ, જિમ, સ્નૂકર, ટેબલ ટેનિસ સહિત તમામ સુવિધાઓ આપવામાં આવે છે. હકીકતમાં આ બ્રિટેનની પ્રથમ સ્માર્ટ જેલ છે.

આ જેલને સ્માર્ટ ટેકનિક સાથે ડિઝાઈન કરવામાં આવી છે. ગત શુક્રવારે આ જેલને ખોલવામાં આી છે અને માનવામાં આવી રહ્યું છે કે, આ જેલ દ્વારા ગુનાઓને ઓછા કરી શકાશે. બ્રિટેનના ન્યાય વિભાગ તરફથી જણાવ્યા પ્રમાણે આ દેશની પ્રથમ એવી જેલ છે, જેમાં કેદીઓને છોડ્યા બાદ શિક્ષણ, ટ્રેનિંગ અને રોજગાર આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આવી રીતે ગુનાઓને ઓછા કરવામાં મદદ મળશે. વિભાગના જણાવ્યા અનુસાર આનાથી ગુનેગારોને અપરાધની દુનિયામાં પાછા જવાની શક્યતા ઓછી થઈ જશે.

આ જેલ સેન્ટ્રલ ઈંગ્લેડમાં નોર્તમ્પટનશાયરના વેલિંગબોરોમાં બનાવામાં આવી છે. તેની ક્ષમતા 1700 કેદીઓની છે. આ જેલમાં એક જિમ, સ્નૂકર ટેબલ, ટેબલ ટેનિસ, કોમ્પ્યુટર અને ટેબલેટ પણ હશે, જેનાથી કેદીઓને નવી યોગ્યતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે. યુકેના નાયબ વડાપ્રધાન અને ન્યાય સચિવ ડોમિનિક રૈબે કહ્યું કે, એચએમપી ફાઈવ વેલ્સ આ સરકારની સુરક્ષિત અને આધુનિક જેલ બનાવાના પ્રોજેક્ટમાનું એક ઉત્તમ ઉદાહરણ છે. જે ગુનાઓને રોકવામાં અને જનતાની રક્ષા કરવામાં સક્ષમ છે.

નવી જેલ મે 2019થી બની રહી હતી અને તેમા કેદીઓને ગત મહિને જ શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેલની સ્માર્ટ ડિઝાઈનમાં ગુનેગારોને એક્સ આકારના બ્લોકમાં રાખવામાં આવે છે, જેમાં નાના ઓરડા અને ઓછા કેદીઓ હોય છે, જેથી જેલ કર્મચારી કોઈ પણ સમયે ગુનેગારોને જલ્દી જોઈ શકે. ડીઓજેએ કહ્યું કે, ગેરકાયદેસર ડ્રગ્સ, ફોન અને હથિયારો ને જેલમાં લાવનારા ડ્રોનને ખતમ કરવા માટે સેલમાં અલ્ટ્રા-સિક્યોર-બાર લેસ વિંડો આપેલી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.