માનવતા મારી પરવારી / સુરતમાં જન્મના 3 કલાકમાં જ માસુમ બાળકીને કચરાના ઢગલામાં નાખી દીધી, જુઓ લોકોએ પોલીસને જાણ કરવાને બદલે ફોટા પડતા રહ્યા અને થયું એવું કે જાણીને તમને લાગશે ઝાટકો

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં 3 કલાક પહેલાં જન્મેલી બાળકીને નિષ્ઠુર જનેતાએ કચરાના ઢગલાંમાં નાખી દેતા મૃત હાલતમાં મળી આવી હતી. લિંબાયતના ગણેશનગર-1 કંઠી મહારાજથી રામ મંદીર જવાના રસ્તા ઉપરથી મળી આવેલા બાળકીના મૃતદેહને જોઈ લોકોએ જનેતા સામે ફિટકાર વરસાવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે લોકોને જોઈ દુઃખ થાય છે. બાળકીનો મૃતદેહ કચરાના ઢગલા પર પડેલો હતો અને લોકો વીડિયો-ફોટો બનાવી રહ્યા હતા. જોકે ઘટનાને લઈ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી.

પાપ છુપાવવા બાળકીને ત્યજી દેવાયું કે નહીં એ તપાસ
લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, બાળકીનો મૃતદેહ રોડ ડીવાઇડરની બાજુમાં કચરાના ઢગલામાં પેપરની અંદર વિટળાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તપાસમાં એક તાજું જન્મેલુ ગર્ભનાળ સાથે જોડાયલું નવજાત બાળકને જોઈ એક સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસને જાણ થઈ હતી. પી.સી.આર વાનના કાર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઇ 108ની મદદથી નવજાત બાળકના મૃતદેહ ને સ્મીમેર લઈ ગયા હતા.

આ નવજાત તાજું જન્મેલી બાળકીને જન્મ પહેલા કે જન્મ પછી કે જન્મ વખતે મુત્યુ થયું હોય કે પછી જન્મ બાદ પાપ છુપાવવા કે ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરવા સારુ આ કોઈ બાળકીના મૃતદેહને ત્યજી દેવાયું હોય એ તપાસનો વિષય છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

મુકેશ સિંગ રણવીજય સિંગ રાજપૂત (સિક્યુરિટી ગાર્ડ) એ જણાવ્યું હતું કે હું નોકરી પરથી છૂટ્યા બાદ ઓટો રિક્ષામાં ગોડાદરા થઈ ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં લોકોની ભીડ જોઈ રીક્ષા ઉભી રહી હતી. ભીડમાં લોકો ફોટો-વીડિયો બનાવી રહ્યા હતા. મારી નજર પડતા કચરાના ઢગલા પર એક બાળકીનો મૃતદેહ હતો. જેનો વીડિયો-ફોટો બનાવવામાં લોકો વ્યસ્ત જોઈ દુઃખ થયું હતું. મે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરી અને પોલીસ આવ્યા બાદ નીકળી ગયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે બાળકી 3 કલાક પહેલાં જ જન્મેલી હોય એમ લાગતું હતું. બાળકીના મૃતદેહ પાસે દવાની બોટલો અને પાણી ચઢાવવાનો પાઇપ પણ પડેલો હતો. એક પેપરમાં વિટાળીને કોઈ બાળકીને કચરામાં ફેંકી ગયું હોય એમ લાગતું હતું. હાલ આ બાબતે લિંબાયત પોલીસ તપાસ કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.