છોકરી હોઈ તો શું બુચ મારવાનું? / સેઇફ બોક્સમાં મુકવાને બદલે પ્રિયંકા કરતી હતી હીરાની ચોરી, જુઓ એની હતી એવી મજબૂરી કે જાણીને તમે પણ હેરાન થઇ જશો

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરના ગોડાદરામાં રહેતી મહિલાએ તેના 14 વર્ષિય પુત્રના બ્રેઇન હેમરેજની સારવાર કરાવવા માટે હીરાના કારખાનામાં નોકરી કરીને છેલ્લા દોઢ મહિનામાં જ અલગ અલગ દિવસે મળી 19 લાખના હીરાની ચોરી કરી બજારમાં સસ્તાભાવે વેચી દીધા હતા. પોલીસે આ મહિલાની સામે ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આખરે આ દંપતીએ પોતાના પુત્રને સારો થાય તે માટે ચોરી કરતું હતું. હાલમાં તો પુત્રની સારવાર પણ અટકી અને આ દંપતી જેલ હવાલે પણ થયું એક બાજુ મુશ્કેલી હતી વધુ મુશ્કેલીનો ઉમેરો થયો છે. સુરત શહેરમાં ગોડાદરા નહેર રોડ ઉપર રૂપસાગર રો હાઉસમાં રહેતા શૈલેષ મથુરભાઇ છોટાળા કતારગામના વસ્તાદેવડી રોડ ઉપર શ્રી જ્વેલર્સના નામે હીરાનું કારખાનું ચલાવે છે. જેમાં તેઓએ હરીપુરા લીમડાશેરીમાં ધનલક્ષ્મી રેસીડેન્સીમાં રહેતી પ્રિયંકા વિકીભાઇ સોલંકીને નોકરી ઉપર રાખી હતી.

પ્રિયંકાનું કામ હીરાના સ્ટોકનો હિસાબ રાખવા, હીરા અલગ કરવા, તેમજ હીરાને બોઇલ કરી આપવા ઉપરાંત ડેટા એન્ટ્રીનું કામ કરવાનો હતો. પણ આ પ્રિયંકા જ્યાં નોકરી કરે છે ત્યાં જ દગો કરશે એવો કોઈને ખ્યાલ ન હતો અને આખરે એવું જ કર્યું અને તેની પાછળ પણ એક મજબૂરી સંતાયેલી હતી જેની અંદર પ્રિયંકાને દર મહિને રૂા.15 હજાર પગાર પણ આપવામાં આવતો હતો.

પ્રિયંકા દરરોજ હીરા તપાસી તેનો હિસાબ કરીને કારખાનાના ચોથા માળે સેઇફ રૂમમાં મુકવા જતી હતી. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી હીરાની ચોરી થતી હોવાની શંકા ગઇ હતી. આમ પ્રિયંકા પર નવા સાંજના સમયે ત્રણ ચાર ત્રણ ચાર હીરાની ચોરી કરી ઘરે લઈ આવતી હતી. કારખાના માલિકને થોડી શંકા પણ ગઈ હતી પણ મહિલા હોવાથી તેના ઉપર વધુ વ્યાજબી ન હોવાના કારણે શરૂઆતમાં કોઈ પૂછપરછ કરી ન હતી.

આ દરમિયાન ઓફિસના મેનેજર લાલજીભાઇ કલસરીયાએ પ્રિયંકાની પાસે હીરાના પેકેટ મંગાવ્યા હતા. જેમાં એક હીરાના પેકેટમાં 5.37 કેરેટ હીરા ઓછા જોવા મળ્યા હતા. ત્યારબાદ લાલજીભાઇએ છેલ્લા દોઢ મહિનાનો તમામ હિસાબ ચેક કરતા તેમાંથી રૂા.19.09 લાખની કિંમતના 31.50 કરેટે હીરા ઓછા જોવા મળ્યા હતા.

આમ કારખાના માલિકે એક દિવસ અચાનક જ વીરાનો સ્ટોક ચેક કરતા પ્રિયંકાની આખી પોલ હતી તે ભૂલી ગઈ હતી અને આ બાબતે પ્રિયંકાને તેના પતિની હાજરીમાં કડકાઇપૂર્વક પુછવામાં આવતા તેણીએ કહ્યું કે, આ તમામ હીરા તેને ચોરી લીધા હતા. રાત્રે સેઇફ બોક્સમાં મુકવાને બદલે પ્રિયંકા હીરા ઘરે લઇ જતી હતી.

બનાવ અંગે કતારગામ પોલીસે પ્રિયંકાની સામે ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કતારગામ પોલીસ આ દંપતીની ધરપકડ કરીને પૂછપરછ કરતા એક હકીકત એવી સામે આવી હતી જે સાંભળીને તમે પણ થોડા સમય માટે ચોકી જશો કે મજબૂરી શું નથી કરાવતી.

કતારગામ પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિયંકાના 14 વર્ષિય પુત્રને બ્રેઇન હેમરેજ થયું છે, અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રિયંકાનો પતિ વીકિ ભાગળની જ્વેલર્સમાં કામ કરે છે, અને પ્રિયંકા પણ કમાઇ છે પરંતુ આ બંનેની કમાણી દવાખાનામાં ઓછી પડતી હતી.

પુત્રને સાજો કરવાની ઝંખનાને લઇ પ્રિયંકાએ કારખાનામાંથી હીરા ચોરી કરીને તેને બજારમાં સસ્તાભાવે વેચી દીધા હતા અને તે રૂપિયા દવાખાનામાં વાપર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે. ક્યારેક કોઈક લોકો પોતાના મોજશોખ માટે ચોરી કરતા હોય છે અથવા તો ગુનાને અંજામ આપતા હોય છે.

પણ અહીં તો પોતાના જ લાડકવાયા 14 વર્ષે પુત્રના જીવ બચાવવા માટે દંપતિએ ચોરી કરી અને તમામ જે ખર્ચો છે તે દવાખાની અંદર ખર્ચ કર્યો હતો. ગુનો તો ગુનો જ કહેવાય છે .જેથી કતારગામ પોલીસે આ દંપતિની ધરપકડ કરી અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.