જુઓ ઉડતા ગુજરાત / દીવના દારૂનો નશો અમદાવાદી એન્જિનિયરને એવો ચડ્યો કે, પહેલા પત્ની સાથે ઝઘડો કર્યો અને પછી જે કર્યું એ જાણીને…

ગુજરાત ટોપ ન્યૂઝ

નવા વર્ષે દીવ, દમણ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશો સૌથી વધુ હાઉસફૂલ રહે છે. અહી દારૂ પાર્ટી માણવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડે છે. આવામાં નશામાં ચૂર થઈને લોકો એવી હરકતો કરે છે કે લેવાના દેવા થઈ જાય છે. આવુ જ કંઈ અમદાવાદી યુવક સાથે બન્યુ હતું. નવા વર્ષે પાર્ટી કરવા દીવ (Diu) ગયેલો અમદાવાદી (Ahmedabad) એન્જિનિયર નશામાં એટલો ચૂર થયો હતો કે, તે એક્સિડન્ટ કરી બેસ્યો હતો. નશાની હાલત (liquor) માં કાર ચલાવીને બે બાઈકને અડફેટે લીધી હતી અને 3 લોકોને કચડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ રહેતા અને ગાંધીનગરમાં નોકરી કરતા એક સોફ્ટવેર એન્જીનિયરે દીવથી નશો કરેલી હાલતમાં કાર ચલાવી ઊનામાં અકસ્માત (accident) સર્જ્યો હતો. અમદાવાદનો સોફ્ટવેટ એન્જિનિયર પુલકિત કિરીટભાઈ પંડ્યા નવા વર્ષે પાર્ટી કરવા માટે પરિવાર સાથે દીવ ગયા હતા. તેમની સાથે પત્ની અને બે સંતાનો પણ હતા. તેઓ બે દિવસ દીવમાં રોકાયા હતા. પહેલા દિવસ દીવમાં ફર્યા બાદ તેઓ ઉના આવ્યા હતા. કારણ કે દીવમાં નવા વર્ષે હોટલના ભાડા ઉંચા હતા.

બીજા દિવસના પ્રવાસમાં પુલકિતભાઈએ ભરપૂર દારૂ પીધો હતો. તેમના પત્નીએ તેમને વધુ દારૂ પીવાની ના પાડી હતી, છતા તેઓએ વધુ દારૂ ઢીંચ્યો હતો. જેથી બંને વચ્ચે ઝઘડા થયા હતા. દારૂના નશામાં પુલકિતભાઈએ જાતે ગાડી હંકારી હતી. આવામાં તેઓ એક્સિડન્ટ કરી બેસ્યા હતા.

ઊનાના દેલવાડા રોડ પર શાહ એચ. ડી. હાઇસ્કુલ પાસે પુલકિતે રોંગ સાઇડમાં કાર ચલાવી હતી. જ્યાં તેમણે બે બાઈકને ટક્કર મારી હતી. તેના બાદ તેમણે રસ્તા પરથી પસાર થતા ત્રણ મજૂરોને અડફેટે લીધા હતા. જેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બાદ એકઠા થયેલા લોકોએ પુલકિતનો હુરિયો બોલાવ્યો હતો.

અમદાવાદનો સોફ્ટવેટ એન્જિનિયર પુલકિત કિરીટભાઈ પંડ્યા નવા વર્ષે પાર્ટી કરવા માટે પરિવાર સાથે દીવ ગયા હતા. તેમની સાથે પત્ની અને બે સંતાનો પણ હતા. દારૂના નશામાં પુલકિતભાઈએ જાતે ગાડી હંકારી હતી. આવામાં તેઓ એક્સિડન્ટ કરી બેસ્યા હતા. ઊનાના દેલવાડા રોડ પર શાહ એચ. ડી. હાઇસ્કુલ પાસે પુલકિતે રોંગ સાઇડમાં કાર ચલાવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.