પ્લેનમાં કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા/ નશામાં ધૂત મુસાફરે તમામ હદો પાર કરી છોકરીનો હાથ પકડીને કર્યું એવું કે વિડિઓ જોઈને તમે પણ અકળાશો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

ફ્લાઈટમાં વ્યક્તિએ એક એવી વસ્તુ ખાઈ લીધી જેના કારણે તે નશામાં ધૂત થઈ ગયો અને નશાની હાલતમાં જ તેણે પ્લેનમાં હાજર લોકોના નાકમાં દમ કરી નાખ્યો. વ્યક્તિએ એવી એવી હરકતો કરી કે પ્લેનમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા.

યુનાઈટેડ એરલાઈન્સની એક ફ્લાઈટથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે આ ફ્લાઈટમાં એક વ્યક્તિએ મેજિક મશરૂમ ખાઈ લીધુ હતું. ત્યારબાદ પેસેન્જર નશામાં ધૂત થઈ ગયો. નશાની હાલતમાં જ તેણે પ્લેનમાં હાજર લોકોના નાકમાં દમ કરી નાખ્યો હતો.

અત્રે જણાવવાનું કે આ ફ્લાઈટ વોશિંગ્ટન એરપોર્ટ જઈ રહી હતી. મીડિયા રિપોર્ટ મુજબ વ્યક્તિ પ્લેનમાં દોડાદોડ કરી રહ્યો હતો. કોકપિટની પાસે તાળીઓ વગાડતો હતો અને અભદ્ર વાતો પણ કરતો હતો. અત્રે જણાવવાનું કે મેજિક મશરૂમ પર પ્રતિબંધ મૂકાયો છે.

કારણ કે તેનું સેવન ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ડ્રગ્સ પેનિક એટેક, મેન્ટલ ડિસઓર્ડર અને હેલુસિનેશન જેવી સ્થિતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિનું નામ ચેરી લોગાન સેવિલા હોવાનું કહેવાય છે.

વ્યક્તિએ બાથરૂમમાં જઈને તોડફોડ પણ કરી અને જ્યારે પ્લેનમાં બેઠેલા એક પિતા અને પુત્રીએ તેનો વિરોધ કર્યો કર્યો તે વ્યક્તિએ છોકરીનો હાથ પકડી લીધો. વ્યક્તિ પ્લેનના ફ્લોર પર આળોટવા લાગ્યો તો એક ક્રુ મેમ્બરે તેને સીટ પર બેસી જવાનું કહ્યું પરંતુ ચેરીએ એ વાત પર ક્રુના બે સભ્યો સાથે મારપીટ પણ કરી. આવી હરકતો જોઈને અન્ય પેસેન્જર્સ તો દંગ જ રહી ગયા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *