બજેટ પેહલા માર્કેટ મજામાં / રોકાણકારો અહીં નજર રાખજો, જાણો આ કંપનીના શેર છે તેજીમાં

ઇન્ડિયા ટોપ ન્યૂઝ બિઝનેસ

આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. કોરોના કાળના આ બજેટ પર સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સૌ કોઈની નજર છે. ત્યારે આ બજેટ રજૂ થાય તે પહેલાં એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. બજેટ પહેલાં હાલ માર્કેટ મજામાં જોવા મળી રહ્યું છે. એટલેકે, શેર બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. રોકાણકારો પણ આ બજેટ પર મીટ માંડીને બેઠાં છે. ત્યારે કયા શેરના ભાવમાં થયો છે વધારો, કેવી રહેશે માર્કેટની ચાલ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

ભારતીય શેરબજારમાં બજેટના દિવસે તેજી જોવા મળી રહી છે. સવારે 9.17 કલાકે સેન્સેક્સ 540 અંક વધી 58555 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 147 અંક વધી 17487 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ICICI બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, બ્રિટાનિયા, HDFC, ઈન્ફોસિસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ICICI બેન્ક 2.26 ટકા વધી 809.80 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસાઈન્ડ બેન્ક 2.49 ટકા વધી 898.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે BPCL, IOC, ટાટા મોટર્સ, ONGC, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. BPCL 3.30 ટકા ઘટી 383.95 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા મોટર્સ 2.89 ટકા ઘટી 502.80 પર કારોબાર કરી રહ્યો છે.

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 814 અંક વધી 58014 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 238 અંક વધી 17339 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, વિપ્રો, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, SBI સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 4.88 ટકા વધી 1479.35 પર બંધ રહ્યો હતો. વિપ્રો 3.70 ટકા વધી 572.65 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, HUL સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 3.51 ટકા ઘટી 871.85 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 2.14 ટકા ઘટી 1857.50 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારો શુક્રવારે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 77 અંક ઘટી 57200 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 8.20 અંક ઘટી 17101 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ICICI બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 2.99 ટકા ઘટી 8553.20 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.43 ટકા ઘટી 1410.55 પર બંધ રહ્યો હતો. જોકે NTPC, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, વિપ્રો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. NTPC 3.89 ટકા વધી 140.20 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 1.85 ટકા વધી 827.25 પર બંધ રહ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *