જુઓ ગુજરાત સરકારની ભવાઈ / શું આ છે તમારું ડિજિટલ ગુજરાત? શિક્ષણમંત્રી નું નામ બદલાયું પણ જુઓ રૂપાણી અને નીતિન પટેલ તો જુના જ છે….

ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે રાજ્યમાં સરકારી સેવાઓ ડિજિટલ થવાની વાતો હવે એક મજાક સમાન લાગી રહી છે.

વેબસાઈટમાં મુખ્યમંત્રીનું નામ જ નથી થયું અપડેટ : રાજ્યમાં મુખ્યમંત્રીથી લઈને મંત્ર મંડળમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે હજુ પણ શિક્ષણ બોર્ડની વેબસાઈટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યા નથી. શિક્ષણ બોર્ડની સાઈટમાં હજુ પણ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ જોવા મળી રહ્યું છે.

આપના જાણીને આશ્ચર્ય થશે કે શિક્ષણ બોર્ડની સાઈટ શિક્ષણમંત્રીનું નામ બદલાયું છે પરતું મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનનું નામ ન બદલાતા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.

સરકારી વિભાગ ડિજિટલ થવાના દાવાની બની મજાક : આમ તો ડિજિટલ ગુજરાતના મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે પરતું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સાઈટ જ અપડેટ ન કરવામાં આવતા સરકારી વિભાગના ડિજિટલ થવાના દાવાઓની મજાક સમાન લાગે છે.

સરકારનું શિક્ષણ વિભાગ કેટલું સજાગ છે અને કટેલું અપડેટે જ છે તે શિક્ષણ વિભાગની સાઈટ પરથી જોવા મળી રહ્યું છે, વેબસાઈટ પર શિક્ષણમંત્રીનું નામ બદલાય ગયુ છે પરતું હજુ સુધી મુખ્યમંત્રીનું નામ બદલાયું નથી તેને લઈને સરકારી વિભાગની ઘોર બેદરકારી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શિક્ષણ બોર્ડની સાઈટમાં હજુ પણ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ જોવા મળી રહ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સાઈટ જ અપડેટ ન કરવામાં આવતા સરકારી વિભાગના ડિજિટલ થવાના દાવાઓની મજાક સમાન લાગે છે, સરકારનું શિક્ષણ વિભાગ કેટલું સજાગ છે અને કટેલું અપડેટે જ છે તે શિક્ષણ વિભાગની સાઈટ પરથી જોવા મળી રહ્યું છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.