પેટ્રોલ પંપ પર દિવાસળી ચાંપી પેટ્રોલ પંપ સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આંતકનો હચમચાવી નાખતો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. નાયરા પેટ્રોલ પંપ પર દિવાસળી ચાંપી પેટ્રોલ પંપ સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો હતો. પેટ્રોલ પંપના કર્મચારીને પણ માર મરાયો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જ્યારે પંપના કર્મચારીએ બે હાથ જોડીને કહ્યું- અમે મરી જઈશું, છતાં બે ઈસમોએ કર્મચારીને માર મારી પેટ્રોલ પંપ પર સળગતી દિવાસળી ફેંકી પંપ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
પંપના કર્મચારી સાથે મારા મારી પણ કરવામાં આવી
પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે ઘટના ભેસ્તાન-નવસારી રોડ ઉપર આવેલા નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર બની હતી. શનિવારની વહેલી સવારે બનેલી ઘટનામાં બાઇકમાં પેટ્રોલ ભરાવવા આવેલા ઈસમોએ પંપના કર્મચારી સાથે મારા મારી કરી દિવાસળી ચાંપી પંપને સળગાવી દેવાનો પ્રયાસ કરતા હોવાનું સીસીટીવીમાં દેખાય છે. ઘટના બાદ પેટ્રોલ પંપના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા બંને હરામીઓની અટકાયત
એપી ચૌધરી (પાંડેસરા પીઆઇ) એ જણાવ્યું હતું કે પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયો હોય એમ હાલ લાગી રહ્યું છે. ફરિયાદ મળતા જ પોલીસે બન્ને ઇસમોની સીસીટીવીના આધારે ઓળખ કરી અટકાયત કરી છે. કોવિડ રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરી આગળની પૂછપરછ કરીશું.
બંને લુખ્ખાઓ હિન્દીભાષી હતા
દિલીપ વિક્રમભાઈ પટેલ (પંપ માલિક) એ જણાવ્યું હતું કે ઘટના શનિવારની સવારની છે. મેનેજર સોપાનનો ફોન આવ્યો હતો. બાઇક સવાર બે અજાણ્યા ઈસમોએ પંપના કર્મચારી સાથે માથાકૂટ કરી દિવાસળી સળગાવી પંપ સળગાવી દેવાની ધમકી આપીને જતા રહ્યા છે. હિન્દીભાષી હતા. હજી 6 મહિના જ પંપ ચાલુ કર્યાને થયા છે. કોઈ સાથે વાદ વિવાદ પણ થયો નથી. પોલીસ ફરિયાદ આપી છે તપાસ ચાલી રહી છે.
બંને હાથ જોડી અમે મરી જઈશું એમ કહેતો રહ્યો કર્મચારી
સીસીટીવી વીડિયો પ્રમાણે, બાઈકમાં બે ઈસમો પેટ્રોલ ભરાવવા માટે આવે છે. પેટ્રોલ પંપનો કર્મચારી પેટ્રોલ ભરે છે. દરમિયાન એક ઈસમે મોબાઈલની ફ્લેશ લાઈટથી બાઈકની પેટ્રોલની ટાંકીમાં જૂએ છે. ત્યાર બાદ એક ઈસમ ગાળો આપી પંપના કર્મચારીએ તમાચો મારી દે છે. જેથી પંપના અન્ય કર્મચારી આવી જાય છે. જે બે હાથ જોડીને કહે છે કે અમે કર્મચારી છીએ મરી જઈશું. જોકે, ઉશ્કેરાયેલો ઈસમ દિવાસળી સળગાવી પેટ્રોલના મશીન પર ફેંકે છે. ત્યારબાદ પંપના કર્મચારીઓ દ્વાર સમજાવવા પ્રયાસ કરાય છે. જોકે, તેને પણ માર મારે છે. ત્યારબાદ બંને ઈસમો બાઈક લઈને જતા રહે છે.
( CCTV ફૂટેજ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/23/12-surat-petrol-pump-burn-attempt-cctv-sunil_1642934533/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!