ધોળા દિવસે ચોરી / જુઓ કેવી રીતે સુરતમાં ધોળે દિવસે ઈસમો મોપેડ લઈને થયા ફરાર : જુઓ ચોરીનો LIVE વિડીયો

ટોપ ન્યૂઝ સુરત

શહેરમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. તે જોતા તો એવું લાગી રહ્યું છે કે, ચોરને કોઈ પણ જાતનો ડર રહ્યો નથી. રાત્રી દરમિયાન તો ચોરીનું સમજ્યા પણ આ ચોર હવે તો ધોળા દિવસે અને દિનદહાડે ચોરી કરી રહ્યા છે. આવો જ એક ચોરીનો બનાવ યોગીચોક ના સાવલિયા સર્કલ નજીક સુંદરમ રેસિડેન્સીમાં સામે આવ્યો છે.

ચોર દ્વારા સુંદરમ રેસિડેન્સીમાં પાર્કિંગ માં પાર્ક કરેલી મોપેડની ચોરી કરી ચોર ઈસમ ફરાર થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર, ચોર અડધી કલાક સોસાયટીમાં ફરતો રહ્યો અને આખરે એક્ટિવા બાઇકનો લોક તોડીને મોપેડ લઈને ફરાર થઇ ગયો હતો.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, ચોર અડધો કલાક સુધી ચાંપતી નજર રાખે છે અને ત્યારબાદ સફળતાપુર્વક મોપેડની ચોરી કરીને ત્યાંથી ફરાર થઇ જાય છે.

હાલમાં તો આ ચોરીની ઘટના અંગે સરથાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા પણ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *