રાજકારણ ગરમાયું : જીવને જોખમ હોવાના ઈસુદાન ગઢવીના આક્ષેપ પર ભાજપે જુઓ શું જવાબ આપ્યો

ગુજરાત જૂનાગઢ

આમ આદમી પાર્ટીના નેતા પર હુમલા મામલે રાજકારણ ગરમાયું છે AAP નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર વિરોધના નામે હત્યાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો

  • AAP નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આક્ષેપ
  • જૂનાગઢમાં થયેલા હુમલા મામલે ભાજપ પર આક્ષેપ
  • ભાજપથી પોતાના જીવને જોખમ હોવાનો આક્ષેપ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો.

ભાજપ નેતા ભરત ડાંગરે આપ્યો વળતો જવાબ
આમ આદમી પાર્ટીના નેતા પર હુમલા મામલે રાજકારણ ગરમાયું છે AAP નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર વિરોધના નામે હત્યાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો તેમણે કહ્યું કે ભાજપથી તેમના જીવને જોખમ છે. હું શુદ્ધ રાજનીતિ માટે રાજકારણમાં આવ્યો છું જોકે આ મામલે ભાજપ નેતા ભરત ડાંગરે વળતો જવાબ આપતાં કહ્યું કે ઈસુદાન ગઢવી સસ્તી પ્રસિદ્ધિ માટે આવા નિવેદન આપી રહ્યા છે.

ભાજપથી પોતાના જીવને જોખમ હોવાનો આક્ષેપ
જુનાગઢના વિસાવદરના લેરિયા ગામની આ ઘટનામાં જે સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કારની અંદર ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ ઉપસ્થિત હતા. ત્યારે કાર્યકરાએ વીડિયો ઉતાર્યો હતો જેમાં જોઈ શકાય છે કે એક ટોળું આ કાફલા પર તૂટી પડે છે  ગાડીઓના કાચ પણ તોડી નાખે છે, સમગ્ર મામલે હવે ઈસુદાને ભાજપથી પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે.

સમગ્ર મામલે બંને પક્ષે સામેસામી ફરિયાદ થઈ છે
જુનાગઢમાં AAP નેતા અને કાર્યકરાઓ પર કેટલાક અસામાજિક તત્વો હુમલો કરવાની ઘટના બાદ રાજ્યાના ગૃહ વિભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવા તે માટે આદેશ આપ્યા છે સમગ્ર મામલે તપાસ LCBને સોંપવામાં આવી છે, LCB ઘટના અંગેના સીસીટીવી ફુટેજને આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે. જો કે બંને પક્ષાએ સામ સામે ફરિયાદ નોંધાવી છે જ્યારે પોલીસે પણ IPC કલમ 307 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(Source From VTV News)

Leave a Reply

Your email address will not be published.