ઈસુદાન ગઢવીનો મોટો ઘાસફોટ / ભાવુક થયેલા ઈસુદાને કહ્યું ‘મરીશું ત્યાં સુધી લડીશું, પાર્ટી છોડનારનો આભાર’, પછી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું….- જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

હવે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા સિવાય કોઈ નથી રહ્યું

આમ આદમી પાર્ટી(AAP)માંથી રાજીનામું આપનારા કલાકાર વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે,ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા છે. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી છે. 12 દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે. અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન માટેની છે. આમ આદમી પાર્ટીમાં અનેક લોકો જોડાયા. આમ આદમી પાર્ટી છોડનાર બંને નેતાઓને અમે અભિનંદન આપીએ છીએ. ભાજપની સામ, દામ અને દંડની નીતિ છે. પ્રેશર ટેક્નિક અપનાવી છે.

ભૂતકાળમાં પામ ભાજપે અમારા કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કર્યો હતો. અમે બંને નેતાઓનો આભાર માનીએ છીએ. ભાજપે પ્રજાને કહેવું છે કે ભાજપે 6000 સ્કૂલો બંધ કરી છે. પેપર ફોડ કૌભાંડ થયું અને હજી પણ આસીત વોરાનું રાજીનામું ન લેવાયું. મા મોગલના સોગંદ ખવ છું, મારા પ્રાણના સોગંદ ખવ છું કે મેં દારૂ નથી પીધો. છતાં તમે મને બદનામ કર્યો. મારુ હૈયું ભરાઈ આવ્યું છે.ભાજપને ડર લાગ્યો છે અને તેના કારણે અમને બદનામ કરે છે. અમારી પાર્ટી છોડનારા બંને નેતાઓનો આ વ્યક્તિગત નિર્ણય છે. હું સ્પષ્ટ પણે માનું છું કે, ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી છે. હવે અમે બમણો સંઘર્ષ કરીશું અને લડાઈ લડીશું.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ લડાઈ છે બીજા સ્વરાજની કે બીજી આઝાદીની છે. આમ આદમી પાર્ટીની શરૂઆત દિલ્હીથી થઈ છે, કામની રાજનીતિ સિવાલ આમ આદમી પાર્ટી કશું આવડતું નથી. ન રાજકારણ અમને આવડે છે કે ભવિષ્યમાં આવડશે. અમે રાજનીતિના માણસો નથી. એટલે જ અમે કહીએ છીએ કે અમે રાજનીતિને બદલવા આવ્યા છીએ. આજે 50 લાખ યુવાનો છે, તેઓ તો આંદોલન કરવાના નથી, તેમના માતા પિતા પણ નથી કરવાના.. જે પણ યુવાનોના દિકરા દીકરીઓ ભણે છે તેમના માતા પિતાને ચિંતા થાય છે કે ભાજપ પેપર ફોડી પેપર ખોર પાર્ટી છે. પોતાના લોકોને મીલીભગતથી ચઢાવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં 5 મોટા પેપર ફોડ્યા છે. અને કોઈ મોટી માછલી પકડાઈ નથી. જેના કારણે અમારી પાર્ટીના સિમ્બોલિક તરીકે અમારી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ કમલમમાં જવું પડ્યું હતું. તો ત્યાં અમારી સાથે શું શું કર્યું તે તો બધાને ખબર જ છે. જેલ મોકલી દીધા, આજ સુધીનો ઈતિહાસ છે કે વિરોધ કરવા ગયો હોય અને તેને જેલમાં નાંખી દીધો હોય. અમારા દરેક કાર્યકરોને ડરાવવા, ધમકાવવા અને ખોટી રીતે ફસાવવાની કોશિશ કરી છે. અમે ગુજરાતની જનતાને કહીએ છીએ કે અમે લડીશું, પરંતુ તમારો સાથ એટલો જરૂરી છે. અમે તમારા માટે લડવા નીકળ્યા છીએ. અમે એવું પણ નથી કહેતા કે તમે રસ્તા પર આવો, પરંતુ મતદાનનો દિવસ આવે ત્યારે એટલું યાદ રાખજો કે તમારા માટે કોણ લડતું હતું.

તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં ભાજપે અમારા કોર્પોરેટરોને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. હું હજું પણ મા મોગલના સોગંદ ખવ છું, મારા પ્રાણના સોગંદ ખવ છું કે મેં દારૂ નથી પીધો. છતાં તમે મને બદનામ કર્યો. મારુ હૈયું ભરાઈ આવ્યું છે. અમારી પાર્ટી છોડનારા બંને નેતાઓનો આ વ્યક્તિગત નિર્ણય છે. હું સ્પષ્ટ પણે માનું છું કે, ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી છે. હવે અમે બમણો સંઘર્ષ કરીશું અને લડાઈ લડીશું. આમ આદમી પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે. ઘણા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશે.

આમ આદમી પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે. ઘણા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશે.આમ આદમી પાર્ટીની સરકાર હશે અને ભાજપ વિરોધ માટે આવશે તો અમે ચા પીવડાવીશું અને સાંભળીશું.ભાજપ બધાને પ્રલોભનો આપે છે. જાન્યુઆરી 2023માં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા/નેતા શપથ લેશે.અમે કમલમમાં વિરોધ કરવા ગયા અને તેમાં ઇસુદાન ગઢવીએ છેડતી અને મહિલાઓએ છેડતી કરી એવી દરેક કલમો પોલીસે લગાડી અને સાબરમતી જેલમાં ગયા.

આ સંઘર્ષનો રસ્તો છે. ભાજપ સામ, દામ અને દંડની નીતિ અપનાવે છે.પરંતુ ભાજપ યાદ રાખે અમે સત્યના રસ્તે ચાલીએ છીએ.મહેશભાઈ સવાણીએ સાવરકુંડલામાં આઇસોલેશન શરૂ કરાવ્યું હતું અને ભાજપે આ આઇસોલેશન બંધ કરાવ્યું હતું. 5 હજાર ઈન્જેકશન પાટીલ ભાઉ લઇ ગયાં હતાં. આ ગુનેગારો સામે લડવાની આ નેમ છે. ભાજપ અમારા નેતાઓને તોડશે એટલું નુકસાન ભાજપને જ નડશે. ડેમેજ કંટ્રોલ કરવા બાબતે ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે આમ આદમીના કાર્યકર્તાઓને કહીશું કે તમે હિંમત રાખો. પહેલી ગોળી અમે ખાઈશું. તમે આમ આદમીમાં રહો, ટાઇગર અભી જીંદા હે. ભાજપમાં પણ ભડકો છે જ. વિજયભાઈ અને સી આર પાટીલ વચ્ચે ગજાગ્રહ હતો અને વિજયભાઈને ઘરે બેસાડી દીધા.એવા બીજા ઘણા નેતાને ઘરે બેસાડ્યા

વિજય સુવાળા ભાજપમાં ગયા અને મહેશ સવાણીએ પાર્ટી છોડી
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રજા માટે ત્રીજો વિકલ્પ હોવાની વાત કરતી એમાં જ વિધાનસભાની ચૂંટણી પહેલાં હવે નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે. વિજય સુવાળાએ પાર્ટી છોડતી વખતે પોતે કલાકાર હોય તથા પોતાના કાર્યક્રમોમાં સમય નથી આપી શકતા અને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાની વાત કરી હતી. બીજા જ દિવસે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને પોતાના ઘરે પાછો આવ્યો છું એવી વાત કરી છે. ત્યારે સાંજે પણ AAPના સુરતના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પોતે રાજકારણના માણસ નથી, પરંતુ સેવા કરનારો માણસ છે એમ કહીને પોતે આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી હતી.

હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છેઃ ઈસુદાન ગઢવી
રાજીનામાઓના દોર વચ્ચે ઇસુદાન ગઢવીએ ફેસબુક પોસ્ટ કરીને લખ્યું હતું કે હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કાલે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતાઓ ગયા છે તેઓ પક્ષમાં અસંતોષ હોવાને કારણે નથી ગયા, પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાનમાં રાખીને જ તેઓ ગયા છે. અત્રે નોંધનીય છે કે આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્સાહ થઇ ચૂક્યા છે. નોંધનીય છે કે હાલ AAP પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ રહ્યું નથી.

AAPના અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ ભાજપમાં જોડાયાં
આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરનાં યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.

વિજય સુવાળા ભાજપમાં જોડાતાં કોંગ્રેસે કટાક્ષ કર્યો
જાણીતા ગુજરાતી લોકગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહભંગ થઈ ગયો છે. ‘AAP’માં જોડાયાના સાત મહિનામાં જ સુવાળા રાજીનામું આપી આજે ભાજપમાં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ AAPની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે કોંગ્રેસનેતા જયરાજ સિંહે BJPમાં નવા જોડાયેલા વિજય સુવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું કે “ભુવાજીને ભાજપમાં મજા આવશે, કારણ કે ત્યાં ડાકલાં વગાડવાવાળા ખૂબ લોકો છે”


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.