અરે બાપરે / ઉછીના રૂપિયા આપવા મોંઘા પડી ગયા, જુઓ માંગવા ગયો તો પેટમાં ઘુસાડી દીધો છરો, અને પછી જે થયું એ વિડિઓમાં જોઈને તમે પણ ચોંકી જશો : જુઓ LIVE વિડિઓ

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદ શહેરમાં ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યા છે. જાણે કાનુન નો ડર જ ન રહ્યો હોય, તેમ ખુલ્લેઆમ હત્યા થતી હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. બાપુનગરમાં યુવકે ઉછીના આપેલા પૈસા પરત માંગતા 2 શખ્સોએ તેની સાથે તકરાર કરી છરીથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા.

આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે બાપુનગર પોલીસ દ્વારા બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર, શહેરના રખીયાલ વિસ્તારમાં રહેતા મોહમદ આરીફે યુસુફ ટકલા અને યુસુફ બટકા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. ( વિડિઓ નીચે આપેલો છે )

ફરિયાદ મુજબ, આરીફ પરિવાર સાથે રહે છે અને ભરત કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જાણવા મળ્યું છે કે, મોહમદ આરીફ ગુરુવારે બપોરે બે વાગ્યાની આસપાસ બાપુનગર અંસાર નગર ખાતે મિત્ર યુસુફ બટકાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન ત્યાં યુસુફ ટકલો પણ હાજર હતો. તેમની સાથે મોહમદ આરીફે સિગારેટ પીધી હતી.

બાદમાં યુસુફ ટકલાને આપેલા 8000 રૂપિયા મોહમદ આરીફે પરત માગ્યા હતા. ત્યારે યુસુફ ટકલો અને યુસુફ બટલો બન્ને ઉશ્કેરાઇ ગયા હતા. ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બન્ને આરોપીઓ ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન યુસુફ ટકલાએ તેની પાસેથી છરી કાઢી હતી અને હુમલો કર્યો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

જેથી પેટના તેમજ નાભીના ભાગે મોહમદ આરીફને છરી વાગી ગઇ હતી. જ્યારે બીજો ઘા છાતીના ભાગે વાગ્યો હતો. છરીના ઘા ઝીંકતા મોહમદ આરીફ લોહીલુહાણ થઇ ગયો હતો. ત્યારે બીજી તરફ યુસુફ બટકાએ છરીથી કોણીના ભાગે હુમલો કર્યો હતો. જેથી મોહમદ આરીફ ત્યાંથી ભાગ્યો હતો. ત્યારબાદ બુમાબુમ થતા સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

જ્યારે લોહીલુહાણ હાલતમાં મોહમદ આરીફ નીચે પટકાયો હતો. આ પછી તેને સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. તેમજ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાને કારણે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.