અમદાવાદ બાદ હવે વડોદરા એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ શરૂ થઈ છે. મુસાફરો માટે લેવા મૂકવા આવતું વાહન 3 મિનિટથી વધુ ઉભુ રહે તો તેમની પાસેથી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ટેક્ષી પાર્સિગ વાળા વાહનો પાસેથી પાર્કિંગના 20 રૂપિયા વસુલાત કરવામાં આવી રહી છે.
એટલું જ નહીં, વડોદરા એરપોર્ટ પર વાહનોને મારવાના લોક સાથે લેન મેનેજર પણ મૂકાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોનાના સમયે પાર્કિંગનો કોન્ટ્રાક્ટર ભાગી ગયો હતો, ત્યારબાદ ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાયો છે. તે સાથે જ હવે પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ શરૂ કરાઈ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ બાદ હવે વડોદરા એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉધાડી લુંટ શરૂ કરાઈ છે. 1 માર્ચથી ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાના સમાચાર છે.
અગાઉ કોરોનાના સમયે પાર્કિંગનો કોન્ટ્રાક્ટર ભાગી ગયો હતો. ત્યારબાદ ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેના કારણે હવે વડોદરા એરપોર્ટ પર મુસાફરો માટે આવતા વાહન 3 મિનિટથી વધુ ઊભું રહે તો રૂા. 500 દંડ વસૂલવાનું શરૂ કરાયું છે. એટલું જ નહીં, વાહનોને લોક મારવાના લેન મેનેજર પણ મૂકાયો છે.
બીજી બાજુ, ટેક્ષી પાર્સિગ વાળા વાહનો પાસેથી પાર્કિંગના 20 રૂપિયા વસુલાત કરવામાં આવી છે. જૂના નિયમ મુજબ પેસેન્જરો માટે આવનાર વાહનો 3 મિનિટથી વધુ સમય ઉભું રહેતું હતું અને 8 મિનિટ એન્ટ્રી ગણાતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!