સેલવાસ શહેરની એક કંપનીમાં કામ કરતા કામદારને એટલુ દર્દનાક મોત મળ્યુ હતું કે અરેરાટી થઈ જાય. કામદાર મશીનમાં ફસાઈ ગયો હતો. દર્દથી કણસતી હાલતમા તે મશીનમાં મોતને ભેટ્યો હતો. જેના મૃતદેહને બહાર કાઢવામાં અનેક પ્રયાસો હાથ ધરવામા આવ્યા હતા.
સેલવાસના નરોલીના શ્રુતિ એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. જ્યાં દોરા બનાવવાનું કામ થાય છે. આ કંપનીમાં 19 વર્ષીય કામદાર મશીન પર કામ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ દોરા બનાવતા મશીનમાં ફસાઈ ગયો હતો. તેનો પગ એવી રીતે ફસાયો હતો કે તે ઘાયલ થયો હતો. બાદમાં તે લોહી લુહાણ હાલતમાં મશીન પર તડપતો રહ્યો હતો. લોહી લુહાણ હાલતમાં તે મશીન પર જ મોતને ભેટ્યો હતો.મશીનમાં ફસાયેલી હાલતમાં કામદારનું મોત થયું હતું. આ અકસ્માત એટલો કમકમાટીભર્યો હતો, જો જોનારાના રુંવાડા ઉભા થઈ ગયા હતા. ભારે પ્રયાસો બાદ મશીનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવયા છે. જેમાં કામદાર કેવી રીતે મશીનમાં ફસાયો છે તે જોઈને અરેરાટી થઈ હતી. કામદારના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બીજી તરફ, કંપની સંચાલકની બેદરકારી અને તાત્કાલિક સારવાર ન મળવાથી કામદારનું મોત થયા હોવાના આક્ષેપ પણ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!