BIG NEWS / શહેરના જાણીતા બિલ્ડરોને ત્યાં IT ના દરોડા, જુઓ શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપ પર ITના અધિકારીઓની રેડ પડતા માલિકો દોડતા થયા, જુઓ આટલા ઠેકાણે તાપસ ચાલુ

ટોપ ન્યૂઝ ગુજરાત

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા વિવિધ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રૂપને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગની વિવિધ ટીમોએ ગુરુવારની વહેલી સવારથી જ શહેરના જાણીતા બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 જેટલા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આ બંને બિલ્ડર ગ્રૂપના પ્રમોટર્સના ઘરે તેમજ તેમના ટોચના એક્ઝિક્યુટિવના ઘરે તપાસ ચાલી રહી છે આ સાથે જ બંને બિલ્ડરની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દિનકર ગ્રુપ ઉપરાંત આ બંને સાથે કામ કરતાં બ્રોકર્સને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યત્વે જમીનની ખરીદીમાં બેનામી વ્યવહારો થયાની આશંકા છે જોકે વધુ વિગત તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે.

શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પડ્યા. ઇનકામટેક્ષ વિભાગનું મેગા સર્ચ ઓપરેશ શરુ. આ ઉપરાંત શહેરના બે મોટા ગજાના બિલ્ડરના ના આઈ.ટી વિભાગની ટિમ ત્રાટકી. 25 થી વધુ સ્થળ પર હાલ ચાલી રહી છે સર્ચની કામગીરી. શહેરના માલિકો સિવાય બ્રોકરનોના ત્યાં પણ ચાલી રહી છે ઇન્કમટેક્ષ વિભાગનું સર્ચ ઓપરેશન.

શિવાલિક ગ્રુપના માલિકોના ઘરે અને ઓફિસોમાં તપાસ
શિવાલિક ગ્રુપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ જ્યારે શારદા ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રિયલ એસ્ટેટ બ્રોકર કેતન શાહ અને મનિષ બ્રહ્મભટ્ટની ઓફિસ તથા રહેઠાણો પર આઈટી રેડ કરવામાં આવી રહી છે.

ઓક્ટોબરમાં બી સફલ ગ્રૂપ પર રેડ પડી હતી
આ પહેલા ગત ઓક્ટોબરમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ગ્રૂપ બી સફલના 22 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 20 જેટલા લોકર મળી આવ્યા હતા. જ્યારે 1 કરોડની રોકડ અને 1 રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા હતા.બી સફલ ગ્રૂપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમજ સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને 22 જગ્યાએ દરોડા પાડ્યા હતા. પહેલી વખત દરોડાની કાર્યવાહીમાં પોલીસની મદદ વગર 100થી વધુ અધિકારી જોડાયા હતા.

સતીશ શાહ, તરલ સતીશ શાહ અને ચિત્રક સતીશ શાહ આ ગ્રુપના ડિરેક્ટર
શિવાલિક ગ્રુપની વાત કરીએ તો શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર ક્રોસ રોડ ખાતે આ ગ્રુપની ઓફિસ ‘શિવાલિક હાઉસ’ આવેલી છે. 1996માં સતીશ શાહે પોતાના દીકરા સાથે મળીને તેની શરૂઆત કરી હતી. સતીશ શાહ, તરલ સતીશ શાહ અને ચિત્રક સતીશ શાહ આ ગ્રુપના ડિરેક્ટર છે. આ કંપનીની શરૂઆત કરવામાં આવી ત્યારે તેઓ રેસિડેન્શીયલ પ્રોજેક્ટ્સમાં જ હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.