રેપના કેસમાં જેલમાં બંધ આસારામના ઉત્તરપ્રદેશના ગોંડા આશ્રમમાં કારની અંદરથી 13 વર્ષની કિશોરીનો મૃતદેહ મળ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસથી કિશોરી તેના ઘરેથી ગુમ હતી. આ આશ્રમ વિમૌર ગામમાં આવેલો છે. પોલીસે સમગ્ર આશ્રમને હાલ સીલ કરી દીધો છે.
આશ્રમના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે આ કાર લગભગ 8 મહિનાથી અહીં જ ઊભી છે. કારમાંથી અચાનક જ દુર્ગંધ આવતાં એને ખોલીને જોવામાં આવી તો એમાં છોકરીની લાશ દેખાઈ હતી. પછીથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરીને શબને બહાર કાઢીને કારને સીલ કરી દીધી. છોકરીની ઓળખ છુપાવવા માટે તેના ચહેરા પર કેમિકલ નાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છોકરીના પિતા 3 વર્ષથી ગુમ છે. આજ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. એમ કહેવાઈ રહ્યું છે કે ઘટના જમીન વિવાદને લઈને બની છે. છોકરીની માતાએ 7 લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ ફોરેન્સિક ટીમની મદદથી તપાસ કરી રહી છે.
સગીર છોકરી સાથે રેપ કરવાના મામલામાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. હાલ આસારામ જોધપુર જેલમાં બંધ છે. ઓગસ્ટ 2013માં રેપનો કેસ બહાર આવ્યો હતો. રેપ કેસમાં ચુકાદો આવતાં-આવતાં 5 વર્ષનો સમય લાગી ગયો હતો. આ દરમિયાન આસારામે ક્યારેક જામીન માટે અરજી કરી તો ક્યારેક છોકરીને સગીર માનવાનો ઈનકાર કર્યો હતો. જોકે પીડિતા અને તેના વકીલે હાર સ્વીકારી નહોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!