હજી તો બેટિંગ બાકી છે / ગુજરાતમાં આ તારીખથી થશે વરસાદનો નવો રાઉન્ડ, જુઓ આ વિસ્તારમાં છે ધોધમાર વરસાદની આગાહી

ગુજરાત ટોપ ન્યૂઝ

હજુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે ફરી ગુજરાતના કેટલાંક જિલ્લાઓને મેઘરાજા ધડબડાટી બોલાવશે. રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ધોધમાર વરસાદને કારણે ફરીથી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાત રાજ્યના મહિસાગર જિલ્લામાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ઘરના છાપરાં પણ ઉડ્યા હતા.

જો આજની વાત કરવામાં આવે તો રાજ્યમાં કચ્છ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં સારો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બીજી બાજુ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરાને પણ સારો એવો વરસાદ ખાબકશે.

આ સાથે ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમે તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 94 તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ સિદ્ધપુરમાં 2 ઈંચ વરસાદ, સતલાસણામાં 2 ઈંચ વરસાદ, અમીરગઢમાં પોણા 2 ઈંચ વરસાદ, દાંતામાં પોણા 2 ઈંચ વરસાદ, પોશીનામાં 1.5 ઈંચ વરસાદ, ઉંઝામાં 1.5 ઈંચ વરસાદ, પાટણમાં 1.5 ઈંચ વરસાદ, વડગામમાં 1.5 ઈંચ વરસાદ, હારીજમાં 1.5 ઈંચ વરસાદ, કઠલાલમાં 1.5 ઈંચ વરસાદ, જોટાણામાં સવા ઈંચ વરસાદ, મોડાસામાં સવા ઈંચ વરસાદ, ધનસુરામાં 1 ઈંચ વરસાદ, ચાણસ્મામાં 1 ઈંચ વરસાદ, મહુધામાં 1 ઈંચ વરસાદ અને મેઘરજમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

જણાવી દઈએ કે, ભરૂચ પાસે નર્મદા નદીની જળસપાટી વધી 28 ફૂટે પહોંચી ગઈ છે. જયારે નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપરથી જઈ રહી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થવા પામ્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્ય માં જુલાઈ અને ઓગસ્ટમાં સુરતના તમામ તાલુકાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. ગુજરાતી અને છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગતવાર વાત કરવામાં આવે તો, 246 તાલુકા ની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 97.70 ટકા નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં 97.51ટકા વરસાદ નોંધાયો છે તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 88. 76 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 107.97 ટકા અને કચ્છમાં 151.94 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદ સાથે ચક્રવાતની આગાહી કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.