પ્લેટફોર્મ પર સૂતી પત્નીને જગાડી ક્રૂર પતિએ ટ્રેન સામે ફેંકી દીધી, જુઓ પછી કર્યું એવું કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

એક હૃદયકંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. રુંવાટા ઉભા કરી દેતી આ ઘટના મુંબઈના વસઈ રોડ રેલ્વે સ્ટેશનની છે. પ્લેટફોર્મ નંબર 5 પર એક યુવક પોતાની પત્ની અને બાળકો સાથે આવ્યો હતો. સોમવાર સવારના 4 વાગ્યાની આ ઘટના છે. સીસીટીવીમાં યુવક પ્લેટફોર્મ પર આંટાફેરા મારતો જોવા મળે છે.

યુવક પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્રેન પર નજર રાખીને બેઠો જોવા મળે છે. જેવી ટ્રેન નજી આવે છે તે પોતાની પત્નીને જગાડે છે. થોડીવાર પ્લેટફોર્મ પર ઉભો રહે છે અને જેવી ટ્રેન પસાર થાય છે કે તરત પત્નીને ટ્રેક પર ફેંકી દે છે. ટ્રેન નજીક આવતાં ત્યાં જ પત્નીના કટકા થઈ જાય છે.

તરત આરોપી પોતાના બે બાળકો અને સામાન લઈને પ્લેટફોર્મથી ભાગી જાય છે. આ અંગે રેલવેના પોલીસ અધિકારી ભજીરાવ મહાજને કહ્યું કે અવધ એક્સપ્રેસ સામે કપાઈને એક મહિલાનું મોત થયું હતું. જેની તપાસમાં પ્લેટફોર્મ પરના સીસીટીવી તપાસવામાં આવતા આખી ઘટના બહાર આવી હતી.

મહિલાને તેના પતિએ ફેંકી દીધી હતી અને ત્યાર બાદ બાળકનો લઈને ભાગી ગયો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તપાસમાં યુવક દાદરથી કલ્યાણ વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરતો દેખાયો હતો. પોલીસ હાલ તેની શોધખોળ આદરી છે. વસઈ રેલવે પોલીસે આરોપી પતિ સામે આઈપીસીની કલમ 302 મુજબ કેસ નોંધ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.