હાલ અમને તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમારી આખો પણ પહોળી થઈ જશે. આ ઘટના ઉત્તર પ્રદેશ માંથી સામે આવી છે. જેમાં એક પક્ષી કાનપુરના બેનઝાબાર વિસ્તારમાં જોવા મળ્યું છે. આ પક્ષીને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. (LIVE વિડિઓ નીચે આપેલો છે)
તે રામાયણ કાળ દરમિયાનના જટાયુ જેવું દેખાતું હતું. જેના કારણે લોકો રામાયણ કાળ સાથે જોડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, જટાયુ જેવા દેખાઈ રહેલું આ પક્ષી બેનઝાબર ઇદગાહ કબ્રસ્તાન પાસે જોવા મળ્યું હતું. જેને લઈને લોકોમાં કુતુહુલ સર્જાયું હતું. તેમજ આ ગીધ ઉડી શકતું ન હતું.
તેથી સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પણે વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. તેથી આ દુર્લભ હિમાલયન ગ્રિફોન ગીધને બચાવી લેવામાં આવ્યું હતું. જો તમે પણ આ પક્ષીને જુઓ તો તે રામાયણ કાળ દરમિયાનના જટાયુ જેવું જ લાગે છે. (વિડિઓ નીચે આપેલો છે)
આ પક્ષીને 15 દિવસની ક્વોરેન્ટાઈન માટે એલન ફોરેસ્ટ ઝૂની વેટરનરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. જિલ્લા વન અધિકારી શ્રદ્ધા યાદવે જણાવ્યું કે ગીધને 15 દિવસ માટે ઝૂ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગ્રિફોન ગીધ હિમાલય અને આસપાસના તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં જોવા મળે છે.
#WATCH | UP: A rare vulture was captured in Eidgah cemetery of Kanpur’s Colonelganj yesterday. The locals handed it over to Forest Dept.
A local says, “The vulture had been here for a week. We tried to catch it but didn’t succeed. Finally, we captured it when it came down.” pic.twitter.com/7t5QWXiN3h
— ANI (@ANI) January 9, 2023
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ જ વિસ્તારમાં વધુ એક ગીધ છે. તેની શોધ હાલ ચાલી રહી છે. પ્રાણીસંગ્રહાલયના પશુચિકિત્સક ડો. નાસીર ઝૈદીએ જણાવ્યું હતું કે, પકડાયેલા હિમાલયન ગીધને હોસ્પિટલના પરિસરમાં અન્ય પક્ષીઓથી અલગ રાખવામાં આવ્યો છે. તેનું વજન લગભગ 8 કિલો છે. સાથે જ ડોક્ટરોની ટીમ દુર્લભ ગીધ પર નજર રાખી રહી છે. પ્રાણી સંગ્રહાલયમાં પહેલેથી જ ચાર હિમાલયન ગ્રિફોન ગીધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો