અભિનેત્રી મુનમુન દત્તા હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશન પહોંચી હતી, ગયા વર્ષે 9 જાન્યુઆરીએ મુનમુન દત્તા પર અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ બબીતા ઉર્ફે અભિનેત્રી મુનમુન દત્તા સોમવારે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશન પહોંચી હતી. અનુસૂચિત જાતિ પરની ટિપ્પણી પર નોંધાયેલા કેસમાં તપાસ અધિકારી ડીએસપી વિનોદ શંકરની સમક્ષ હાજર થઈ હતી. આ દરમિયાન તપાસ અધિકારીઓ તેની ઔપચારિક ધરપકડ કરી હતી અને સાડાત્રણ કલાકની પૂછપરછ બાદ તેને વચગાળાના જામીન પર મુક્ત કરી હતી. એસપી નિતિકા ગેહલોતે પણ મુનમુન દત્તાની પૂછપરછ કરી હતી.
પોલીસ પ્રશાસને સાવચેતીના ભાગરૂપે SP ઓફિસમાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાઈકોર્ટના વકીલ અને એના આદેશ પર મુનમુન દત્તા બે સુરક્ષા કર્મચારી અને બાઉન્સરો સાથે ડીએસપી ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન મુનમુન દત્તાએ કોઈપણ મીડિયા સાથે વાત કરી નહોતી. મુનમુન દત્તા વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ 13 મે 2021ના રોજ હાંસીના દલિત અધિકારી કાર્યકર્તા રજત કલ્સન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મુનમુન દત્તાએ તેની સામે નોંધાયેલા કેસને રદ કરવા માટે સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી અને એ અરજીને 22 સપ્ટેમ્બર 2021ના રોજ ફગાવી દેવાઈ હતી. મુનમુન દત્તાની આગોતરા જામીન અરજી હિસારમાં SC-ST એક્ટ હેઠળ સ્થાપિત વિશેષ અદાલતે 28 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી.
આ પછી તેણે પંજાબ હરિયાણા હાઈકોર્ટની શરણ લીધી અને હાઈકોર્ટના જજ અવનિશે મુનમુન દત્તાને 4 ફેબ્રુઆરીએ હાંસીમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું કહ્યું હતું. તપાસ અધિકારીને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ 25 ફેબ્રુઆરીએ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 9 જાન્યુઆરીએ મુનમુન દત્તા પર યુટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કરીને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેના પર હાંસીના દલિત અધિકારી કાર્યકર્તા રજન કલ્સને થાણા શહેર હાંસીમાં SC-ST એક્ટ હેઠળ મુનમુન દત્તા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ પહેલાં તે ક્રિકેટર યુવરાજ સિંહ, અભિનેત્રી યુવિકા ચૌધરી સામે પણ કેસ દાખલ કરી ચૂક્યો છે. આ કેસોની સુનાવણી ચાલી રહી છે. અભિનેત્રી યુવિકા પણ હાંસીના પોલીસ સ્ટેશનમાં આવી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!