મંદીના માહોલમાં મસ્તીનો રંગ / હીરામાં મંદી આવતા રત્નકલાકારોએ અનોખી રીતે બોલાવી ભગવાનની એવી ધૂન કે સાંભળી ખખડી પડશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

રશિયા અને યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આખી દુનિયામાં ઉથલપાથલ જોવા મળી છે. ત્યારે ભારતમાં પણ શાકભાજી પેટ્રોલના સતત વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્યમ વર્ગના પરિવારની સ્થિતિ ન સહેવાય એવી થઈ ગઈ છે. મોંઘવારીના કારણે વસ્તુઓના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. તો બીજી બાજુ હીરા માર્કેટમાં મંદી ચાલી રહી છે.

છેલ્લા 51 દિવસથી રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુધ્ધના કારણે સુરતના હીરા ક્ષેત્રે મોટા પાયે નુકશાન થયું છે. જેને કારણે વેપારી અને રત્નકલાકારો પાસે કામ હોવાનું પણ જોવા મળી રહ્યું છે. રફુના ભાવમાં સતત વધારો આવે છે માલ વેચાતો નથી તેના કારણે માર્કેટ સાવ ઠપ થઇ ગયું છે. ત્યારે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, વેપારી અને રત્નકલાકારો પાસે કામ ન હોવાના કારણે ભગવાનની ધૂન બોલાવી રહ્યા છે. એકબાજુ જનતા ઉપર મોંઘવારીનો માર અને બીજી બાજુ 51 દિવસથી ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવતા હાલત કફોડી બની હોય તેવું લાગી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.