અરરર / પતિ સાથે સમાધાન કરાવવાના બહાને જીજાજી પંપાળી પંપાળીને સાળીના પડખા ગરમ કરતા રહ્યા, જુઓ પછી થયું એવું કે જાણીને તમે પણ ગોથું ખાઈ જશો

ટોપ ન્યૂઝ

રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસ વધ્યા છે. ત્યારે સુરતમાં એક લપંટ જીજાજી દ્વારા સાળીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. પતિ સાથે સમાધાન કરાવવાના નામે બનેવીએ સાળીનું શારીરિક શોષણ કર્યું છે. આ ઘટનામાં અણબનાવ થતાં પતિથી અલગ રહેતી સાળીને સમાધાન કરાવી આપવાનું કહી સંબંધે બનેવી થતાં શેરદલાલે જ એક વર્ષ સુધી યૌનશોષણ કર્યાની ઘટના મોટા વરછા વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવેલી માહિતી અનુસાર વરાછા અબ્રામા રોડ પર રહેતી 29 વર્ષીય પરિણીતાને પતિ સાથે અણબનાવ બન્યો હોવાના કારણે બન્ને અલગ રહેતા હતા. એક વર્ષ પહેલાં આ દંપતી વચ્ચે સમાધાન કરાવી આપીશ તેમ કહીને આ યુવતીની ફોઈની પુત્રીનો પતિ અને મોટા વરાછા વીઆઈપી સર્કલ પાસે એપલ લક્ઝુરિયસમાં રહેતો અરૂણ ભરત કાકડિયા વચ્ચે પડ્યો હતો.

સમાધાનના નામે આ શેરદલાલ આ યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો અને ત્યાં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હતો. પતિ સાથે સમાધાનના નામે યૌન શોષણનો ભોગ બનેલી આ યુવીતીની બીજી રીતે પતિ સાથે સમાધાન થઈ જતાં જીજાજીની હરકતનો ખ્યાલ આવ્યો હતો.

પોતાને સમાધાનના નામે ભ્રમમાં રાખી શરીરભૂખનું સાધન બનાવનાર બનેલી વિરુદ્ધ આ મહિલા પતિ સાથે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. પોલીસે આ શેરદલાલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધતા જ તે ફરાર થઈ ગયો હતો. સબ ઈન્સ્પેક્ટર વી.જી મલાણી વધુ તપાસ કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *