પાછલા થોડા દિવસોથી સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા ખૂબ જ ઝડપાયા છે. આજે ફરી એકવાર સ્પાની આડમાં જિસ્મ ફરોશીના વેપલાનો પર્દાફાશ થયો છે. ગાઝિયાબાદના એક મોલમાં સ્પા સેન્ટર ચાલી રહ્યું હતું. કોશાબી થાણા ક્ષેત્રના વૈશાલી વિસ્તારમાં આવેલા મહાગુન મોલના બેઝમેન્ટમાં આ જિસ્મ ફરોશી નું કામ થતું હતું.
વાત એમ છે કે, રુદ્રા નામનું સ્પા સેન્ટર અહીં ચાલી રહ્યું છે તેનો એક અશ્લીલ વિડિયો પોલીસને મળ્યો હતો. ત્યારબાદ પોલીસે ત્યાં છાપા માર્યા. પોલીસે જ્યારે છાપા માર્યા હતા ત્યારે સ્પાની અંદરથી અલગ અલગ રૂમમાં બંધ બે જોડીઓ મળી હતી. તેઓની હાલત ગંભીર હતી. પોલીસે આ સ્પા સેન્ટર માટે 9 લોકોની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા નવ લોકોમાં 4 યુવતીઓ અને 5 યુવક હતા. આ ધડપકડ કરેલ લોકોમાં જે યુવતી સ્પા સેન્ટર ચલાવી રહી હતી તે પણ શામેલ હતી. આ સ્પા સેન્ટરનો માલિક હજુ સુધી મળ્યો નથી તે ફરાર છે.
આ મામલાના સંબંધમાં સીઓ ઈન્દિરાપુરમ અભય કુમાર મિશ્રાએ કહ્યું કે, પોલીસને મોલના સ્પા સેન્ટરનો અશ્લીલ વીડિયો મળ્યા બાદ એડિશનલ મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ દ્વિતિય અને નિખિલ ચક્રવર્તી અને કૌશામ્બી પોલીસની ટીમે મહાગુન મોલના ભોંયરામાં આવેલા રુદ્ર સ્પા સેન્ટરમાં દરોડો પાડ્યો હતો.
પોલીસ ટીમને જોતા જ ત્યાંના લોકો ભાગવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારબાદ સ્થળ પરથી ઝડપાયેલા યુવકો સામે અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!