વાણીવિલાસ નો વિવાદ વકર્યો / ભાજપના સ્થાપના દિને જ જીતુ વાઘાણીએ ભંગારો વાટ્યો, જુઓ શિક્ષણ મંત્રીને શિક્ષણની ટીકા કરવા બદલ લોકોએ ઉધડ઼ા લીધા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતમાં આ વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતની ચૂંટણીની તૈયારી કરી રહી છે. આપ દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. તેમણે અહીં 3.40 કરોડના ખર્ચે બનેલ સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16ની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ જિતુ વાઘાણીએ કહ્યુ કે, જે લોકોને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગતું હો તે ગુજરાત છોડીને બીજી જગ્યાએ જતા રહે.

રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, તમારો જન્મ ગુજરાતમાં થયો, અહીં કામ-ધંધો કર્યો, છોકરાઓ અહીં ભણાવ્યા. હવે જો બીજે સારૂ લાગતું હોય તો મારી તમને વિનંતી છે. જેને બીજી જગ્યાએ સારૂ લાગતું હોય તેઓ છોકરાના સર્ટિફિકેટ લઈ દેશ કે જે રાજ્યમાં સારૂ હોય ત્યાં જતા રહે. ત્યાં તમારા ઘર-પરિવારને ફેરવી નાખો. અહીં તો બધુ પૂરુ થઈ ગયું છે.

જિતુ વાઘાણીએ પત્રકારો અને અન્ય લોકોની હાજરીમાં જાહેરમાં કહી દીધુ કે જેને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગે તે બીજા દેશ કે રાજ્યમાં જઈ શકે છે. આપણે તો કહ્યુ છે કે ગુજરાત આવો, અહીંની વ્યવસ્થા જુઓ. શિક્ષણને લગતા સૂચનો હોય તો કરો પરંતુ તે લોકોએ ટીકા કરવી છે. આમ જિતુ વાઘાણીએ આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતો.

પંજાબમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેંસારા માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે. આપના નેતાઓ વારંવાર ગુજરાતમાં શિક્ષણના કથળેલા સ્તર પર પ્રહારો કરી દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાના વખાણો કરે છે. ગુજરાતમાં આપ શિક્ષણને મુખ્ય મુદ્દો બનાવી ગુજરાત સરકારને ભીંસમાં લેવાની કોઈ તક ચૂકતી નથી. તાજેતરમાં જ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ શિક્ષણમંત્રીને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા જોવાની ઓફર કરી હતી. આનાથી અકળાયેલા વાઘાણી આવું નિવેદન કરી ગયા હોવાની ચર્ચા છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં શિક્ષણ, શિક્ષક અને શિક્ષણ વ્યવસ્થા સામે માત્ર આપ જ નહીં રાજ્યના વાલીઓ પણ અકળાયેલા છે. તાજેતરમાં મળેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે વિપક્ષે અનેક સવાલો કર્યા હતા. ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન પણ આપ સામે લડવા દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાનો આંતરિક સર્વે કરી ગુજરાતમાં તેના અમલ માટે ઉતાવળ કરી રહ્યા હતા. આવામાં ગુસ્સાવાળા મંત્રી તરીકેની છબિ ધરાવતા શિક્ષણમંત્રી આપ સામેની અકળામણ ગુજરાતના વાલીઓ પર ઠાલવી બેઠા હતા.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રીએ હજી ગઈકાલે જ રાજ્યમાં શિક્ષણ સ્તર સુધારણા માટેની મોટી-મોટી જાહેરાતો કરી હતી. તેમણે પાંચ વર્ષમાં 41 હજાર સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓને મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ આવરી લેવાની વાત કરી હતી. જેના થકી આવતા પાંચ વર્ષમાં આશરે રાજ્યના 1 કરોડ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. રાજ્યના આ અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા 1 બિલિયન US ડોલર એટલે કે લગભગ રૂ. 7500 કરોડનું ધfરાણ મંજૂર કરાયું હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/06/18-jitu-vaghani-trend-to-trape-mehul-shailesh_1649254413/mp4/v360.mp4 )

આજે રાજકોટમાં એકાએક વાઘાણીએ વાલીઓ પર રોષ ઠાલવતા નિવેદનબાજી કરી તેનાથી વાલીઓ ખૂબ અકળાયા છે. એક તો કોરોનાકાળમાં એક ક્વાર્ટરની ફી માફ કરવા મુદ્દે વાઘાણીએ આબાદ ફેરવી તોળ્યું અને હવે ગુજરાતમાં શિક્ષણ ના ફાવતું હોય તો જતા રહેવાનું તેમણે નિવેદન કરતા તેની ગંભીર નોંધ લેવાઈ છે. ગુજરાતની ભાજપ સરકાર અને પાર્ટી સંગઠને પણ આને ગંભીર બાબત ગણાવી છે. ખાસ કરીને ચૂંટણી નજીક હોય ત્યારે શિક્ષણમંત્રીના આવા વિવાદાસ્પદ નિવેદન સામે રોષ ફાટી નીકળે તેવી શક્યતા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.