બાબા રામદેવ ભડક્યા / જુઓ મોંઘવારીના મુદ્દે પત્રકારે સવાલ પૂછતાં બાબા રામદેવને લાગ્યા મરચા, અટપટા જવાબ આપી બાબા મર્યાદા ભૂલ્યા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

આજકાલ નેતાઓ ટીવીમાં અથવા પત્રકારોને કઈપણ બોલતા હોય છે પોતાની પાર્ટી માટે ત્યારે હવે સન્યાસી બાબા રામદેવે પણ પોતાની મર્યાદા ગુમાવી છે. પત્રકારોના સવાલના જવાબ આપતા બાબાને મરચા લાગ્યા હોય તેવું લાગે છે. મોંઘવારીના મુદ્દે બાબા ભાજપ પર સવાલ કરવાને બદલે પત્રકાર પર ગુસ્સે થયા. તમને વીડિયોમાં સ્પષ્ટ દેખાશે કે બાબા રામદેવે કઈ રીતે પોતાની સાધુની, યોગગુરુની અને સન્યાસીની મર્યાદા નેવે મૂકી.

હરિયાણાના કરનાલની મુલાકાતે ગયેલા બાબા રામદેવ બુધવારે મીડિયાના સવાલો પર ભડકી ગયા હતા. બાબા રામદેવને જ્યારે વધતી મોંઘવારી, મોદી સરકાર બનશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ 40 રૂપિયા પ્રતિ લિટર અને LPG સિલિન્ડર 300 રૂપિયામાં મળશે, એવા તેમના જૂના દાવાઓ અંગેના સવાલ પૂછ્યા તો તેમને પહેલા આડાઅવળા જવાબો આપ્યા અને પત્રકારોના સવાલોને ટાળવાનો પ્રયાસ કર્યો. જ્યારે એમાં સફળતા ન મળી તો બાબા રામદેવ ગુસ્સે થઈ ગયા અને વિચિત્ર જવાબ આપવા લાગ્યા. આટલું જ નહીં. બાબા રામદેવે કહ્યું- હવે ચૂપ થઈ જાઓ, નહીંતર સારું નહીં રહે.

બાબા રામદેવ બુધવારે કરનાલ શહેરના બાંસો ગેટ સ્થિત એસબી મિશન સ્કૂલની શાખા અભેદ શક્તિ સદનમાં પોતાના મિત્ર મહારાજ અભેદાનંદને મળવા પહોંચ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાબા રામદેવનું સ્વાગત કરાયું હતું. પોતાની કરનાલ વિઝિટ દરમિયાન બાબા રામદેવે અલગ અલગ પત્રકારો સાથે વાતચીત કરી, પરંતુ જ્યારે શક્તિ સદનમાં એક મીડિયાકર્મીએ તેમને સવાલ પૂછવાનું શરૂ કર્યું તો બાબા રામદેવ ભડકી ગયા. જ્યારે આ ઘટના બની ત્યારે બાબા રામદેવના મિત્ર મહારાજ અભેદાનંદ તેમની પાસે જ બેઠા હતા.

પત્રકારે જ્યારે પૂછ્યું કે હવે તમને યોગગુરુથી બાબા લાલદેવ કેમ કહેવામાં આવે છે? તો અચાનક જ બાબા રામદેવને ગુસ્સો આવી ગયો. તેઓ સીધો જવાબ ન આપતાં બોલ્યા- ‘તને પેટમાં શું દુખે છે.’ આ જવાબ પર રામદેવની આજુબાજુ બેઠેલા લોકો તાળીઓ પાડીને હસવા લાગ્યા. એ બાદ પત્રકારે પૂછ્યું કે તમે જનતાને કહ્યું હતું કે શું તમને 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયામાં સિલિન્ડરવાળી સરકાર જોઈએ છે? તેનું શું થયું? આ સવાલ પર રામદેવે કહ્યું હતું કે કોઈ સારા સવાલ પૂછો ભાઈ.

જ્યારે પત્રકારે પોતાનો સવાલ ફરી વખત પૂછ્યો તો બાબા રોષે ભરાયા અને આગળ ઝૂકીને પત્રકારને કહ્યું- હા, મેં કહ્યું હતું, તો શું પાછળ પડીશ મારી? મીડિયાકર્મીએ પછી પૂછ્યું કે તમારી કંપની પતંજલિ વિશ્વપ્રસિદ્ધ છે… તો રામદેવે વચ્ચે જ ટોકતાં કહ્યું, ‘અરે.. .મને આવા સવાલો ન પૂછો. હું તારા પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલો નથી. થોડા સભ્ય બનતા શીખો.’

જ્યારે પત્રકારે પૂછ્યું કે તમે જ બાઈટ આપી હતી એને લઈને? તો રામદેવે કહ્યું, ‘હા, મેં આપી હતી. હવે નહીં આપું. શું કરી લઈશ. ચૂપ થઈ જા. હવે વધુ પૂછીશ તો સારું નહીં થાય.’

બાબા રામદેવે કહ્યું હતું કે મોંઘવારી સામે લડવા માટે પોતાની આવક વધારવી પડશે. આ માટે ભારે મહેનત કરવાની જરૂર છે. હું સાધુ છું તોપણ 18 કલાક કામ કરી શકું છું તો લોકોએ પણ સખત મહેનત કરવી જોઈએ.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/30/92-baba-ramdev-prithvy-shailesh_1648660684/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.