ગમખ્વાર અકસ્માત / બગોદરા-વટામણ હાઇવે પર જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, જુઓ આ અકસ્માતમાં 3 ના કરુણ મોત અને 10 ઈજાગ્રસ્ત

ગુજરાત ટોપ ન્યૂઝ

108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાલમાં બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા

બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં છે તો અન્ય 10ને ઇજા પહોંચી છે. એકાએક ટ્રક પાછળ એક તુફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો છે. બગોદરા-બાવળા-ફેદરા સહિતની 108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાલમાં બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા છે.

અકસ્માત થયેલી તુફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે. તેઓ રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 3 વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો 9 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને પરત ફરતા સમયે કાળ ભરખી ગયો.

ઠંડીના મોસમમાં વાતાવરણમાં ઘુમ્મસ છવાયેલુ રહે છે. તેમાં પણ મોડી સાંજથી લઈને વહેલી સવારે રસ્તા પર ધુમ્મસ હોય છે. જેની સીધી અસર વાહનચાલકો પર થતી હોય છે. આવામાં અકસ્માતોના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પરથી પસાર થઈ રહેલા તૂફાન ગાડીને ટ્રક દેખાઈ ન હતી. જેથી તૂફાન ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત થયા છે.

10 થી વધુ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બગોદરામાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. તો ઘાયલ મુસાફરોને સોલા સિવિલ ખસેડાયા હતા. મૃતકોને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, તમામ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની જુડોની મેચ રમવા ગોધરા ગયા હતા. ગોધરાથી પરત ફરતા સમયે તૂફાન ગાડીને અકસ્માત થયો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/29/03_1640758114/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.