LRD જવાને પોલીસ ક્વાર્ટરની અગાસીમાં જ વાયર સાથે લટકી જીવન ટુંકાવ્યું, જુઓ સુસાઈડ નોટમાં થયો મોટો ધડાકો

ટોપ ન્યૂઝ ભાવનગર

LRD જવાનના આત્મહત્યા મામલે પોલીસને સુસાઈડ નોટ મળી

ભાવનગર શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા LRD જવાને ગત ગુરુવારે પોલીસ ક્વાર્ટરની અગાસીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસને મૃતકે લખેલી સુસાઇડ નોટ હાથમાં આવી છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામના પ્રદિપસિંહ પઢીયાર નામનાં એલઆરડી જવાને ગત ગુરુવારે કોઈ અગમ્ય કારણોસર નવાપરા પોલીસ લાઈન ખાતે આવેલા હેડ ક્વાટર ની અગાસીમાં કેબલ વાયર સાથે લટકી આત્મહત્યા કરી હતી.

આ અંગે સી-ડીવીઝન પોલીસે તપાસ દરમિયાન મૃતકે લખેલી સુસાઈડ નોટ કબ્જે કરી છે. જેમાં મૃતકે ઉલ્લેખ કર્યો છે કે, પોતે ભરેલાં અંતિમ પગલાં માટે કોઈ ને દોષિત ઠેરાવ્યા નથી અને પોતે જીંદગીથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી રહ્યો છે. તેમ સી ડિવિઝનના પી.આઈએ જણાવ્યું હતું, આ નોટ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામના પ્રદિપસિંહ પઢીયાર નામનાં એલઆરડી જવાને ગયા ગુરુવારના રોજ કોઈ અગમ્ય કારણોસર નવાપરા પોલીસ લાઈન ખાતે આવેલા હેડ ક્વાટરની અગાસીમાં કેબલ વાયર સાથે લટકી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથક સહીત પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

રાજ્યમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.