અરે બાપરે / આંખના પલકારામાં જ સામે આવ્યું મોત, 7 સેકન્ડમાં ચાર લોકોની જિંદગીના અંત : જુઓ કાળજું કંપાવી નાખે તેવો વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રાજસ્થાન(Rajasthan)ના જયપુરમાં આવેલ દૌસા(Dausa) શહેર નજીક ઝેરોટા મોર ખાતે બે દિવસ પહેલા થયેલા માર્ગ અકસ્માતનો લાઈવ ફૂટેજ(Accident live footage) સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સ્થળની નજીક એક બિલ્ડિંગની બહાર લગાવેલા સીસીટીવી(CCTV) કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. જેમાં પીકઅપની ઓવરસ્પીડ અને ડ્રાઈવરની બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

7 સેકન્ડની આ સમગ્ર ઘટના દરમિયાન, એક સ્પીડમાં આવતી પીકઅપ કારને ઓવરટેક કરવાના પ્રયાસમાં બેકાબૂ થઈ ગઈ હતી. આ પછી, તે ડિવાઈડર તોડીને રોંગ સાઈડ પર વળે છે અને બાઇકને ટક્કર મારે છે. ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોતનો આ અકસ્માત કાળજું કંપાવી નાખે તેવો છે.

જાણો શું હતી સમગ્ર ઘટના: જયપુર-આગ્રા નેશનલ હાઈવે-21 પર એક માર્ગ અકસ્માતમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત શનિવારે સાંજે 5 વાગ્યે દૌસાના જીરોટા ગામ પાસે થયો હતો. જેમાં એક બેકાબૂ પીકઅપ ડિવાઈડર તોડીને રોંગ સાઇડમાં આવતી બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પીકઅપમાં સવાર એક વ્યક્તિનું પણ મોત થયું હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.instagram.com/reel/CXk29jKoAWW/?utm_source=ig_web_copy_link )

અકસ્માતમાં બાઇક સવાર પપ્પુ મીના પુત્ર હર્ષય મીના (50) રહેવાસી નાંગલ બૈરસી, કવિતા પત્ની મુકેશ (28) રહેવાસી જામવારમગઢ અને કાલી દેવી પત્ની રાજકુમાર મીના (35) રહેવાસી નાંગલ બૈરસીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેઓ એક સંબંધીની મિટિંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો.

7 સેકન્ડની આ સમગ્ર ઘટના દરમિયાન, એક સ્પીડમાં આવતી પીકઅપ કારને ઓવરટેક કરવાના પ્રયાસમાં બેકાબૂ થઈ ગઈ હતી. આ પછી, તે ડિવાઈડર તોડીને રોંગ સાઈડ પર વળે છે અને બાઇકને ટક્કર મારે છે.જેમાં એક બેકાબૂ પીકઅપ ડિવાઈડર તોડીને રોંગ સાઇડમાં આવતી બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પીકઅપમાં સવાર એક વ્યક્તિનું પણ મોત થયું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.