અકસ્માતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદથી દ્વારકા જતી વખતે ચોટીલા હાઇવે પર ટ્રક પાછળ કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,
આ ઘટનામાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. હાલ આ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કારમાં સવાર પરિવાર અમદાવાદથી દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આ કારમાં કુલ 6 લોકો સવાર હતા. આ દરમિયાન આજે એટલે કે ગુરુવારના રોજ વહેલી સવારે સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર અચાનક જ ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેને પગલે એક જ પરિવારના બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
તેમજ અન્ય 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા.
તેમજ તાત્કાલિક પણે પોલીસ તથા 108ની ટીમને જાણ કરી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક ચોટીલા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો