અરે બાપરે / વિરોધી ટીમમાં રેડ કરવા ગયો હતો કબ્બડી પ્લેયર, જુઓ અડીને પાછો આવતા જ થયું મોત : જુઓ LIVE મોતનો વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

તમિલનાડુના પરૂંતીમાં ચાલી રહેલ એક કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં લાઇવ મેચ દરમિયાન કબડ્ડી પ્લેયરનું મોત થઈ ગયું, આ ત્યારે બન્યું જ્યારે તે મેચ રમી રહ્યો હતો અને વિરોધી ટીમના ખેલાડીઓથી ખુદને બચવવાના પ્રયાસમાં હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

જાણકારી પ્રમાણે આ ઘટના 24 જુલાઈ (રવિવાર) ની છે. જે યુવકનું મોત થયું છે તે 22 વર્ષનો વિમલરાજ છે, જે સાલેમ જિલ્લાની ખાનગી કોલેજનો વિદ્યાર્થી છે. મેચ દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર વિમલરાજ કુડ્ડુલોર જિલ્લાનો રહેવાસી હતી. તે આ ટૂર્નામેન્ટમાં મુરાટ્ટુ કાલાઈ ટીમ તરફથી રમી રહ્યો હતો

જ્યાં જિલ્લા લેવલની ટીમોનો મુકાબલો ચાલી રહ્યો હતો. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જ્યાં વિમલરાજ રેડ કરવા વિરોધી ટીમની મેટમાં જાય છે. જ્યારે વિરોધી ટીમના ખેલાડી તેના પર હુમલો કરે છે, તે ખુદને બચાવવાનો પ્રયાસ કરે છે. એટલામાં તેને પકડી લેવામાં આવે છે અને એક પ્લેયરનો ગોઠણ તેની છાતી પર આવે છે.

જાણકારી પ્રમાણે આ દરમિયાન વિમલરાજને હાર્ટ એટેક આવ્યો હતો. કારણ કે ત્યારબાદ તેને ઉઠવામાં મુશ્કેલી આવી રહી હતી અને તત્કાલ બધા ખેલાડી અને આસપાસમાં હાજર લોકો તેને ઉઠાવવા માટે આવ્યા.

ઘટના બાદ તત્કાલ વિમલરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરે વિમલરાજને મૃત જાહેર કરી દીધો હતો. પોલીસે આ મામલામાં કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/26/kabaddi-player-dead-update_1658841268/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.