કેમ કરી આવી હરકત / કિશન ભરવાડની હત્યાના કેસમાં શબ્બીરની ધરપકડ થતા કમરગનીએ સો. મીડિયા ચેટ ડિલીટ કરી નાખ્યું, જુઓ FSLએ તપાસમાં કર્યો ધડાકો

ગુજરાત ટોપ ન્યૂઝ

મૌલાના કમરગનીના ડિવાઈસમાંથી FSL ડિલીટ કરેલા ચેટ રિકવર કરશે

ગુજરતમાં એક પછી એક કટ્ટરપંથીઓ બે નકાબ થઈ રહ્યા છે. તેવા સમયે હવે એટીએસને કમરગની જ આ કેસમાં મહત્વનો ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે. પોલીસને કેટલાક શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક મળી છે જેનો ઉપયોગ કટ્ટરવાડ માટે થયો હોઇ શકે છે. આ સોશિયલ મીડિયામાં કેટલીક બાબતો ડીલીટ થઈ ગઈ છે એ પણ શબ્બીરની ધરપકડ બાદ થઈ હોવાની વાત સામે આવતા આ અંગે ગુજરાત FSLની મદદ લેવામાં આવી છે. જે હવે ડીલીટ રાઝ ખોલીને કમરગનીને અને તેના નેટવર્કને બે નકાબ કરશે તેવું ATS માની રહી છે.

ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી કટ્ટરવાદ ખૂણે ખૂણે ફેલાયો હોવાનું સામે આવી રહી છે. પણ આના પુરાવા શોધવા માટે ગુજરાતની તમામ એજન્સી અને કેન્દ્ર સરકારની મહત્વની એજન્સીઓની તપાસમાં જોતરાઇ છે. ગુજરાત એટીએસએ ધંધુકામાં થયેલા કિશન ભરવાડ હત્યા કેસની તપાસ પોતાના હાથમાં લીધા બાદ હવે દિલ્હીના મૌલાના કમરગનીની અમદાવાદના મૌલાના આયુબ અને શબ્બીર સિવાય કેટલા લોકો કટ્ટરતાના નામે અનેક લોકોને ટાર્ગેટ બનાવવા માગતા હતા. જે અંગે હવે સોશિયલ મીડિયા મહત્વની કડી સાબિત થશે.

ગુજરાત એટીએસના સુત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના કમરગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્વનો છે. કમરગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે FSLને ડિવાઇસ આપવામાં આવ્યા છે. જેમાંથી હવે જે ડેટા રિકવર થશે તેના આધારે જ ગુજરાતમાં કટ્ટરતા અને કમરગનીના તાર ક્યાં સુધી ઘુસેલા છે તે જાણવા મળશે.

ધંધૂકાના યુવકને ટાર્ગેટ બનાવીને દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુજરાતના મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવી હત્યાના પ્લાન ઘડાવી દીધો હતો. આ કૃત્ય અંગે ધર્મમાં કોઇ ગુનો નથી તેવું સમજાવીને કટ્ટરતા ઊભી કરી હતી. એટલું જ નહીં, આ હત્યા થયા પહેલાં જ આરોપીને લીગલ મદદ કરવાની તૈયારી બતાવી હતી.

કમર ગની ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ છે. આ સંગઠન મહંમદ પયગંબર કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાવતું હતું. આ પહેલાં પોરબંદરના સાજણ ઓડેદરાએ પણ મહંમદ પયગંબર વિરુદ્ધ પોસ્ટ મૂકી હોવાથી તેની પણ હત્યા કરવાના હતા. ‘તૈહરી કે ફરોકી’ ઇસ્લામિક સંગઠન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, જેથી આ સંગઠન સાથે સોશિયલ મીડિયા પર કોણ કોણ જોડાયેલું છે, કોણ તેની પોસ્ટ લાઇક કે કોમેન્ટ કરે છે, તે લોકોની ATSએ તપાસ શરૂ કરી છે. એ માટે સાયબર એક્સપર્ટ્સની મદદ લેવાઈમાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *