કંગના પર ખેડૂતોએ કર્યો હુમલો / પંજાબમાં ખેડૂતોએ કંગનાના કાફલાને ઘેરી લીધો, 2 કલાકના હોબાળા પછી કંગનાએ એવું કહ્યું કે…. – જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ બોલિવૂડ

શુક્રવારે મનાલીથી મુંભઈ જતા સમયે કીરતપુર સાહિબ ટોલ પ્લાઝો પર કંગના રણૌતના કાફલાએ ખેડૂતોને ઘેરી લીધો. આ દરમિયાન ખેડૂત કંગનાના નિવેદનો માટે માફીની માંગ કરતા રહ્યા. તણાવ વધતો જોઈને સ્થળ પર ભારે પોલીસ દળ પણ બોલાવી લીધું. ઘણો સમય હોબાળો થતો રહ્યો. અંદાજિત 2 કલાક બાદ અંતે કંગનાએ માફી માંગી જ્યારબાદ ખેડૂતોએ તેમને જવા દીધી.

આ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી. પ્રદર્શનકારી ખેડૂતોનું કહેવું હતું કે કંગનાએ અનેક વખત ખેડૂતો અને ખેડૂત મહિલાઓ અંગે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેવામાં તે માફી નહીં માંગે, તો તેને કાફલો આગળ નહીં જવા દેવામાં આવે. લાંબો સમય હોબાળો ચાલ્યા બાદ પોલીસ કર્મી એક મહિલા પ્રદર્શનકારીને કંગનાની ગાડીની પાસે લઇ ગઇ. કંગનાએ તે મહિલાઓ પાસે માફી માંગી, જ્યારબાદ પ્રદર્શનકારીઓએ ભાંગડા કરવાનું શરૂ કરી દીધું. કંગનાએ પણ ગાડીથી બહાર નીકળીને હાથ હલાવ્યો.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો શૅર કરીને કંગનાએ કહ્યું હતું, ‘હું પંજાબમાં એન્ટર થઈ ત્યારે ભીડે મારી પર હુમલો કર્યો હતો. તે લોકો કહી રહ્યાં હતાં કે તે ખેડૂતો છે.’ કંગનાએ ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદી કહ્યા હતા અને તેથી જ તે ખેડૂતોના ગુસ્સાનો ભોગ બની હતી.

કંગના મનાલીથી ચંદીગઢ જતી હતી : કંગના ચંદીગઢ જતી હતી, અહીંયા રોપડમાં ચંદીગઢ-ઉના હાઇવે પર લોકોએ ટ્રાફિક જામ કરીને કંગનાને અટકાવી હતી. ખેડૂતો ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ હાજર રહી હતી, પરંતુ ખેડૂતોએ કંગનાની ગાડીને આગળ વધવા દીધી નહોતી. ખેડૂતોએ કંગના પાસે માફીની માગણી કરી હતી.

ખેડૂત આંદોલન અંગે કંગના રણૌત અનેક વખત વિવાદીત નિવેદન આપી ચૂકી છે. તેમના વિરૂદ્ધ કેટલાક કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. ખેડૂત આંદોલન જ્યારે શરૂ થયું હતું ત્યારે કંગનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પંજાબી વૃદ્ધ મહિલાનો ફોટો શેર કરીને લખ્યું હતું કે આવા લોકો થોડા રૂપિયા આપીને આંદોલનમાં પહોંચે છે. ત્યારબાદ ખેડૂત કંગનાનો વિરોધ કરી રહ્યા હતા. કંગનાની આ ટિપ્પણી બાદથી પંજાબની મહિલાઓને પણ તેમના વિરૂદ્ધ આક્રોશ હતો. તેઓ ત્યારબાદ ગુરૂપર્વ પર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓને પરત લેવાનું એલાન કર્યું તો કંગનાએ પણ આ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી.

કંગનાના કાફલાને રોકવાના કારણે ચંદીગઢ-ઉના હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. ખેડૂતોએ કહ્યું કે કંગનાએ ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદી કહ્યા છે. અભિનેત્રીના કાફલાને શ્રી કિરતપુર સાહિબના બુંગા સાહિબ પાસે રોકવામાં આવ્યો હતો. અભિનેત્રીની સુરક્ષામાં લાગેલા સૈનિકોને ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને અંતે જ્યારે કંગનાએ ખેડૂતોની માફી માંગી તો ખેડૂતોએ તેને જવા દીધી. કંગના રનૌત ફિલ્મના શૂટિંગ માટે ચંદીગઢ જઈ રહી હતી.

કંગનાના કાફલાને રોકવાના કારણે ચંદીગઢ-ઉના હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. ખેડૂતોએ કહ્યું કે કંગનાએ ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદી કહ્યા છે. અભિનેત્રીના કાફલાને શ્રી કિરતપુર સાહિબના બુંગા સાહિબ પાસે રોકવામાં આવ્યો હતો. અભિનેત્રીની સુરક્ષામાં લાગેલા સૈનિકોને ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને અંતે જ્યારે કંગનાએ ખેડૂતોની માફી માંગી તો ખેડૂતોએ તેને જવા દીધી. કંગના રનૌત ફિલ્મના શૂટિંગ માટે ચંદીગઢ જઈ રહી હતી.

તેણે કહ્યું કે જો મારી સાથે સુરક્ષા ન હોત તો શું થાત. કંગનાએ કહ્યું કે આટલી બધી પોલીસ હોવા છતાં પણ મને બહાર જવા દેવામાં આવી નથી. તેણે કહ્યું કે ટોળાએ મને ઘેરી લીધો અને જો પોલીસ ત્યાં ન હોત તો મારા ટોળાએ માર માર્યો હોત. અભિનેત્રીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તે હવે સુરક્ષિત રીતે નીકળી ગઈ છે અને પરિસ્થિતિને સંભાળવા બદલ પંજાબ પોલીસ સહિત તેની સુરક્ષામાં રોકાયેલા CRPF જવાનોનો આભાર માન્યો છે.

શૅર કરેલા વીડિયોમાં કંગનાએ કહ્યું હતું, ‘હું અત્યારે હિમાચલથી નીકળી છું, કારણ કે મારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે. અહીંયા પંજાબમાં આવતા જ ભીડે મને અટકાવી દીધી. તેઓ પોતાને ખેડૂત કહે છે. મને ગંદી ગાળો આપે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ દેશમાં જાહેરમાં આ રીતે મોબ લિંચિંગ થઈ રહ્યું છે.’

વધુમાં કંગનાએ કહ્યું હતું, ‘જો મારી સાથે સિક્યોરિટી ના હોત તો ખબર નહીં મારી સાથે શું થાત. આ અવિશ્વસનીય છે. આ કેવો વ્યવહાર છે. આટલી પોલીસ હોવા છતાંય મને જવા દેવામાં આવી નહોતી. બહુ બધા લોકો મારા નામ પર રાજકારણ રમી રહ્યાં છે. આ તેનું જ પરિણામ છે કે મારી ગાડી ભીડથી ઘેરાઈ ગઈ છે. જો અહીંયા પોલીસ ના હોત તો અહીંયા જાહેરમાં લિંચિંગ થયું હોત.’

કંગનાએ શૅર કરેલા વીડિયોમાં તે મહિલાઓ સાથે વાત કરતી જોવા મળી હતી. કંગનાએ તેમને કહ્યું હતું, ‘મેં તમને એવું કહ્યું નથી. મેં શાહીન બાગની મહિલાઓ માટે વાત કરી હતી.’ ઉલ્લેખનીય છે કે કંગનાએ ખેડૂત આંદોલનમાં આવેલી મહિલાઓ 100 રૂપિયામાં લાવવામાં આવી હશે તેવી વાત કરી હતી. આ મહિલાઓ કંગનાના આ નિવેદનથી રોષમાં હતી.

કલાક સુધી કાર અટકાવી રાખી : પોલીસની સમજાવટ બાદ કંગનાની કારને ખેડૂતોએ જવા દીધી હતી. અન્ય એક વીડિયોમાં કંગનાએ કહ્યું હતું કે તે પોતાના શુભચિંતકોને કહેવા માગે છે કે તે ત્યાંથી નીકળી ગઈ છે. તે પૂરી રીતે સલામત છે. મદદ કરવા માટે તમામનો આભાર. પંજાબ પોલીસ તથા CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નો પણ આભાર.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.