પોલીસ જ બન્યા વસૂલી ભાઈ / સોશિયલ મીડિયા પર વાયરલ થયું કાનપુર પોલીસનું કથિત વસૂલી લિસ્ટ, જુઓ પરચીમાં લખેલા છે આ લોકોના નામ

ઇન્ડિયા

કાનપુર પોલીસનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જાજમઉ પોલીસ ચોકીની વસૂલીની કથિત પરચી સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ પરચીમાં વસૂલી લિસ્ટ છે. જેમાં નામ સાથે કોની પાસેથી કેટલા પૈસા વસૂલ કરવાના છે તે પણ લખેલુ છે. જ્યારે કાનપુરના વરિષ્ઠ અધિકારીઓ સુધી આ વાત પહોંચી તો તેઓ પણ દંગ રહી ગયા. મામલાના મૂળિયા સુધી પહોંચવા માટે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. સોશિયલ મીડિયા પર આ પરચી ખુબ વાયરલ થયા બાદ લોકો પોતાની ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કાનપુર પોલીસની કથિત વસૂલીનું લિસ્ટ વાયરલ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ચકેરી પોલીસ મથક હદની જાજમઉ ચોકી વિસ્તારમાં અનેક ગેરકાયદેસર કામો થાય છે. કથિત રીતે ગંગા કિનારે કટરી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર કામો પણ થાય છે. એનબીટીમાં છપાયેલા અહેવાલ મુજબ જાજમઉ ચોકીના ઈન્ચાર્જ સુખરામ રાવત છે.

જેમનું નામ સોશિયલ મીડિયા પર વાયરલ થનારી વસૂલી લિસ્ટમાં લખેલુ છે. આ લિસ્ટમાં કુલ સાત નામ લખેલા છે. જ્યાંથી પોલીસની વસૂલી કરવામાં આવે છે. લિસ્ટમાં નામની સાથે સાથે પૈસાનું વિવરણ પણ દર્શાવવામાં આવ્યું છે.

સૂચિમાં રાના રબ્બાની, અશફાક અને તેનો ભાઈ અફઝલ, નિઝામ, નસીમ પહેલવાન, ઝૂબેર આલમ, સલીમ અને બનિયાના નામ લખેલા છે. આ સાથે જ અંતમાં એ પણ લખવામાં આવ્યું છે કે વસૂલીમાં ભેગા કરાયેલા પૈસા મહેફૂઝ અખ્તર, સઉદ અખ્તર ગેંગસ્ટરના નીકટના ફાઝિલ અશરફ ચૌકી ઈન્ચાર્જને આપે છે.

કાનપુર પોલીસના અધિકારીઓ પાસે જેવી આ ખબર પહોંચી કે બધા હરકતમાં આવી ગયા. હાલ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ બાજુ કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ પરચી કોઈની શરારત છે. પોલીસને બદનામ કરવા માટે આવી શરારત કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.