તહેવારમાં રાખો આ ખાસ ધ્યાન / ગણપતિ બાપ્પાની મૂર્તિ ખરીદતા સમયે રાખો આ વાતનું ખાસ ધ્યાન, નહીંતર લાગશે મહાપાપ

ધર્મ

હિન્દૂ ધર્મમાં ભગવાન ગણેશ ને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે તે તેમના ભક્તોના બધા દુઃખો અને કષ્ટો હરિ લે છે. રિદ્ધિ અને સિદ્ધિ ના સ્વામી ગણપતિ બાપ્પા જે ઘરમાં પણ પ્રવેશે છે તે ઘરમાં ખુશીઓ હંમેશા રહે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર આખા ભારત દેશમાં બહુ જ ધૂમ ધામ થી ઉજવાય છે.

ભારત દેશના ઘણા ગણેશજીના મંદિરો માં ભક્તો બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે દેશભરમાં અલગ અલગ જગ્યાએ ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ સાથે સાથે દુનિયા ભરમાં પણ ગણેશ ચતુર્થી માનવવામાં આવે છે. ભગવાન ગણેશની પૂર્ણ વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ 10માં દિવસે ધૂમ ધામથી વાજતે ગાતે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.

તો આજે અમે તમને ભગવાન ગણેશજી ની મૂર્તિ ખરીદવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું તેના વિશે જણાવીશું. તમે જ્યારે પણ ભગવાન ગણેશજીની મૂર્તિ લેવા જાઓ છો ત્યારે તમારે હંમેશા નવા અને સ્વચ્છ કપડા પહેરીને જવું જોઈએ. ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતી સમયે એ ધ્યાન રાખવું કે તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય. ડાબી બાજુ વળેલી સૂંઢવાળી મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે.

તમારા ઘરમાં ગણપતિ બાપ્પા ની મૂર્તિ લાવો ત્યારે ચાંદીની થાળીમાં સ્વસ્તિક બનાવીને રાખો ત્યાર બાદ ગણપતિ બાપ્પા ની મૂર્તિ ને ઘરમાં વિરાજમાન કરો ત્યારે મંગલગાન અને કીર્તન કરવું જોઈએ. તમારા ઘરમાં ગણપતિ બાપ્પાને વિરાજમાન કરવા માટે પહેલા કુમકુમ થી સ્વસ્તિક બનાવો. ચાર હળદરનો લેપ લગાવવો.

એક મુઠ્ઠી ચોખા રાખો, તેના પર નાનો બાજોઠ રાખો. લાલ, કેસરીયા અથવા પીળા વસ્ત્રોને તેના પર વિસાવો. રંગોળી, ફૂલ, આંબાના પત્તા અને અન્ય સામગ્રીથી સ્થાનને સજાવો. તાંબાનો કળશ પાણીમાં ભરી લો, આંબાના પત્તા અને નારિયેળની સાથે સજાવો. આ તૈયારી ગણેશ ઉત્સવની પહેલા કરી લેવી જોઇએ.

રોજ સવારે અને સાંજે ભગવાન ગણપતિ ની આરતી કરવી અને મોદક અને મોતીચૂર ના લાડું નો ભોગ ધરાવવો જોઈએ.ભગવાન ગણેશને લાડુનો ભોગ પણ ચડાવવો જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.