મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા સમયે રાખો આ વાતનું ખાસ ધ્યાન, ભૂલથી પણ ના કરતા આ વસ્તુઓનો ઉપયોગ, નહીતો ભીલનાથ થઇ જશે નારાજ

રાશિફળ

ભગવાન શિવને પ્રિય મહાશિવરાત્રી (Mahashivratri 2022)નો તહેવાર આ વખતે 1 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા મનથી ભોલેનાથની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભોલેનાથને ચંદન, અક્ષત, બેલપત્ર, ધતુરા અને આંકડાના ફૂલ અર્પણ કરવા જોઈએ.

ભગવાન શિવને (Lord Shiv) પ્રસન્ન કરવા માટે પૂજા સમયે તેમની મનપસંદ વસ્તુઓ જ અર્પણ કરવી જોઈએ. એટલું જ નહીં, એવું કહેવામાં આવે છે કે આ દિવસે ઘી, ખાંડ અને ઘઉંના લોટથી બનેલો પ્રસાદ ચઢાવો. અને સાથે જ ધૂપ અને દીપથી આરતી કરવી જોઈએ. એવી માન્યતા છે કે ભગવાન શિવને ગાયનું કાચું દૂધ ચઢાવવું જોઈએ. આ તમામ કાર્યો કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ભોલેનાથની પૂજામાં કેટલીક વસ્તુઓ સામેલ ન કરવી જોઈએ. ચાલો જાણીએ.

મહાશિવરાત્રી પર આ વાતોનું ધ્યાન રાખો
ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ભોલેનાથને ચડાવવી ન જોઈએ. આના કારણે તમને પૂજાનું ફળ મળવાને બદલે નુકસાન ભોગવવું પડી શકે છે. જાણો આ બાબતો વિશે.

1)શંખ : શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજામાં શંખનો સમાવેશ ભૂલથી પણ ના કરતાં. કારણ કે શંખચૂર નામના રાક્ષસનો વધ ભગવાન શિવે કર્યો હતો. તેથી તેને તેમની પૂજામાં સામેલ કરવાની મનાઈ છે.

2) કુમકુમ અથવા રોલી : તેની સાથે કુમકુમ અને રોલી ભૂલથી પણ ભગવાન શિવને ન લગાવો. 3) તુલસી ના પાન : એવું માનવામાં આવે છે કે તુલસીના પાન પણ ભોલેનાથને ન ચઢાવવા જોઈએ. પૌરાણિક કથા અનુસાર, જલંધરની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી. અને ભગવાન શિવે જલંધરનો વધ કર્યો હતો. અને આ કારણથી વૃંદાએ શિવ પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવાનું કહ્યું હતું.

4) નાળિયેર પાણી : નારિયેળ પાણીથી ભગવાન શિવનો અભિષેક ભૂલથી પણ કરશો નહીં 5) ફૂલ : ભગવાન શિવના ભક્તોને પૂજા દરમિયાન કેતકી અને કેવડાના ફૂલનો ઉપયોગ કરવાની મનાઈ છે. તેમજ કરેણ અને કમળના ફૂલો સિવાય લાલ રંગના ફૂલો પણ પ્રિય નથી. 6) હળદર : આ વાતનું પણ ધ્યાન રાખો કે ભગવાન શિવને ભૂલથી પણ હળદર અર્પિત ન કરશો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *