કાયદો કોઈના બાપનો નથી / જાગૃત નાગરિક એવા એડવોકેટ મેહુલ બોઘરાએ સુરતમાં કાયદાને પોતાના ખિસ્સામાં રાખીને ફરતા ડી-સ્ટાફ પોલીસને જુઓ કેવી રીતે કરાવ્યું કાયદાનું ભાન : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

શું ફક્ત સામાન્ય જનતા જ ટ્રાફિકના નિયમો(Traffic rules)નું ઉલ્લંઘન કરે છે? ના એવું નથી. ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારા લોકો પણ નિયમોનું ઉલ્લંઘન કરે છે. હા, ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં જાગૃત નાગરિક એડવોકેટ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra)એ કાયદાને ભગવાન માનનારી પોલીસને જ કાયદો શીખવ્યો હતો.

ગત રોજ તારીખ 22/01/2022 ના રોજ સાંજના 05:00 વાગ્યાની આસપાસ અમરોલી(Amaroli) પોલીસ સ્ટેશન ડી સ્ટાફ પોલીસ કર્મચારી કીરીટભાઈ કાળા કાચ વાળી અનેનંબર પ્લેટ વિનાની ગાડી લઈને રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કર્મચારી સામે ટ્રાફિક પોલીસને ફરિયાદ નોંધાવી હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કાળા કાચ, નો-પાર્કિંગ, પીયુસી અને વગર નંબર પ્લેટની ગાડી હતી તેમજ લોકોની રક્ષામાં એક વર્દીધારી કાયદાનું ઉલ્લંઘન કરતો હોવાનું બહાર આવ્યા બાદ દંડ ફટકારાયો હતો. તપાસમાં પોલીસકર્મી અમરોલી પોલીસ મથકમાં ડી સ્ટાફમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. અમરોલી પોલીસકર્મીને દંડ ફટકારાયા બાદ રકઝક થઈ હતી. હું પણ સ્ટાફમાં છું એમ કહેતાં પોલીસકર્મચારીને ટ્રાફિક-પોલીસે શબક શિખડાવવા જ દંડનો મેમો ફાડયો હતો. જોકે આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

ફરિયાદના આધારે બ્લેક ફિલ્મ રાખવા બદલ, નંબર પ્લેટીના ગાડી ચલાવવા બદલ, પીયુસી, નો-પાર્કિંગ વગેરેનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ તેની ગાડીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ પોલીસ કર્મચારી ડી સ્ટાફનો હોવાનું સામે આવ્યું છે. હાલમાં અમરોલી પોલીસ કર્મીને દંડ ફટકારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વધુમાં એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું હતું કે, યુનિફોર્મ પહેરીને પોતાને કાયદાથી ઉપર સમજતા અને કાયદાઓના ભંગ કરતા એક પણ પોલીસ કર્મચારીઓને છોડવામાં આવશે નહીં તેની હું ખાતરી આપુ છું. સાથે વધુમાં જણાવતા કહ્યું હતું કે, જો સામાન્ય જનતા પાસે નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય તો પોલીસ કર્મચારીઓને પણ કાયદાનું ભાન થવું જોઈએ.

ત્યારે મહત્વનું છે કે, જો સામાન્ય જનતાને તમામ નિયમો લાગુ પડતા હોય તો જે કાયદાનું પાલન કરાવે છે તે વ્યકિત જ કાયદાનું ઉલ્લંઘન કરે તે કેટલું યોગ્ય કહી શકાય? કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બનીને બેઠા રહેશે તો સામાન્ય જનતાને જોવું જ રહ્યું. નિયમો ફક્ત જનતા માટે નહિ પરંતુ જે નિયમોનું પાલન કરાવે છે તે વ્યક્તિને પણ નિયમોનું પાલન કરાવવું જરૂરી છે.

કાયદો બધા માટે સમાન
મેહુલ બોઘરા (જાગ્રત નાગરિક)એ જણાવ્યું હતું કે ખૂબ જ દુઃખની વાત કહેવાય. કાયદો માત્ર લોકો માટે જ બન્યા છે, પોલીસ ટ્રાફિકના નિયમોનું કડક અમલ કરાવે છે, પણ કરતા નથી. શનિવારે તેનું ઉદાહરણ સામે આવ્યું હતું. એક પોલીસની કાર પણ નંબર પ્લેટ વગરની, કાળા કાચવાળી, PUC વગરની ફરતી હતી. તપાસ કરતાં અમરોલી ડી-સ્ટાફના કિરીટભાઈની ગાડી હતી. બસ, બે સવાલ કરતાં મારો અહીં રૂઆબ છે, જ્યા લોકો વચ્ચે મને નીચો દેખાડો છો, એવો જવાબ મળ્યો. બસ પછી એક જ જવાબ કાયદો બધા માટે સરખો, એટલે ટ્રાફિક-પોલીસને બોલાવી મેમો ફડાવ્યો ને વીડિયો વાઇરલ કરી અધિકારીઓને સંદેશો આપ્યો છે.

( એડવોકેટ મેહુલ બોઘરાનો ફૂલ વિડિઓ )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.