પંજાબમાં એવી રોજગારી આપીશું કે કેનેડા ગયેલા યુવાનો 5 વર્ષમાં પરત આવશે:કેજરીવાલ
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા દરેક પક્ષ પોતાની તમામ શક્તિઓનેકામે લગાડી રહી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે 10 મુદ્દાના પંજાબ મોડલને રજૂ કર્યુ છે.
કેજરીવાલે પંજાબ મોડલને રજૂ કરતી વખતે કહ્યું કે જો આપ સત્તામાં આવે છે તો અમે પંજાબને વિકસીત અને સમૃદ્ધ બનાવવા માટે 10 સૂત્રીય પંજાબ મોડલ તૈયાર કર્યું છે. અમે એવુ સમૃદ્ધ પંજાબ બનાવશે કે રોજગારી મેળવવા માટે કેનેડા ગયેલા યુવા પાંચ વર્ષમાં પરત આવી જાય.
કેજરીવાલે રજૂ કરેલા પંજાબ મોડલના 10 મુદ્દા
1. રોજગાર: પ્રથમ એજન્ડાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે અહીં રોજગારની ઘણી સમસ્યા છે, જેના કારણે મોટાભાગના યુવાનો વિદેશ જાય છે. જો અમારી સરકાર બનશે તો અમે એવું કરીશું કે વિદેશમાં સ્થાયી થયેલા યુવાનો પંજાબ પાછા આવશે.
2. નશો: સીએમ કેજરીવાલે કહ્યું કે અડધા યુવાનો વિદેશ જતા રહે છે અને જે અહીં રહે છે તે નશામાં રહે છે. અગાઉની સરકારોએ નશા પર અંકુશ લગાવવાની જાહેરાતો કરી હતી, પરંતુ કંઈ કર્યું નથી. જો AAPની સરકાર બનશે તો પંજાબમાંથી નશો ખતમ કરીશું.
3. કાયદો અને વ્યવસ્થા જાળવવીઃ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા લાગુ કરીશું અને અપમાનના મામલામાં ન્યાય મળશે.
4. ભ્રષ્ટાચાર મુક્તઃ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે જો AAPની સરકાર બનશે તો અમે પંજાબને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું, જેમ અમે દિલ્હીને બનાવ્યું છે.
.@ArvindKejriwal presents AAP’s 10-Point ‘Punjab Model’
1️⃣Employment for all
2️⃣End of Drug Mafia
3️⃣Peaceful Punjab
4️⃣End of Corruption
5️⃣Education Revolution
6️⃣Healthcare Revolution
7️⃣24×7 Free Electricity
8️⃣₹1000/Month for Women
9️⃣Solve Farmers issues
🔟Pro-Business Governance pic.twitter.com/3qNbMgqpR1— AAP (@AamAadmiParty) January 12, 2022
5. શિક્ષણઃ દિલ્હીના સીએમએ જાહેરાત કરી કે જો સરકાર બનશે તો તેઓ શિક્ષણનું સ્તર સુધારશે.
6. સ્વાસ્થ્યઃ અરવિંદ કેજરીવાલે પંજાબની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે પંજાબના લોકોને સારવારની ખાતરી આપીશું. આ માટે પંજાબમાં દિલ્હીની તર્જ પર 16,000 મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવશે.
7. વીજળી: અરવિંદ કેજરીવાલે તેમના 7મા એજન્ડા તરીકે મફત વીજળીની જાહેરાત કરી. આ સાથે તેમણે કહ્યું કે પંજાબમાં 24 કલાક વીજળી આપવામાં આવશે.
8. મહિલાઓને આર્થિક મદદઃ દિલ્હીના CMએ પંજાબની મહિલાઓને આર્થિક મદદની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા કરવામાં આવશે.
9. કૃષિ: અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે ખેતી પ્રણાલીને ઠીક કરીશું અને કૃષિ ક્ષેત્રને સુધારીશું.
10 વેપાર અને ઉદ્યોગ: સીએમ કેજરીવાલે કહ્યું કે વેપાર અને ઉદ્યોગ સિસ્ટમમાં સુધારો કરશે.
કેજરીવાલનો કોંગ્રેસ-અકાલી દળ પર પ્રહાર
આ સાથે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને અકાલી દળ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે બાદલ પરિવારે પંજાબમાં 19 વર્ષ અને કોંગ્રેસે 25 વર્ષ સુધી શાસન કર્યું, પરંતુ આ બંને પાર્ટીઓએ પંજાબને લૂંટી લીધું. પંજાબ રાજ્યની રચના બાદ કોંગ્રેસ અને અકાલી દળે ગઠબંધન કરીને સરકાર ચલાવી હતી.
પંજાબ વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ
21 જાન્યુઆરી- નોટિફિકેશન બહાર પડશે. 28 જાન્યુઆરી- નોમિનેશનની છેલ્લી તારીખ. 29 જાન્યુઆરી- સ્ક્રુટીની. 31 જાન્યુઆરી- નોમિનેશન પરત ખેચવાની છેલ્લી તારીખ. 14 ફેબ્રુઆરી- વોટિંગ. 10 માર્ચ- પરિણામ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!