ગમખ્વાર અકસ્માત / મહારાષ્ટ્રમાં કાર પુલ પરથી નીચે ખાબકી, જુઓ ધારાસભ્યના પુત્ર સહીત 7ના મોત, તમામ મેડિકલના વિદ્યાર્થીઓ હતા

Uncategorized

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સેલસુરા પાસે પુલ પરથી એક કાર નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલે સહિત 7 વિદ્યાર્થીનાં મોત થયાં છે. આ તમામ MBBSના વિદ્યાર્થી હતા.

વર્ધાના એસપી પ્રશાંત હોલ્કરના જણાવ્યા મુજબ, આ અકસ્માત રાતના સાડાઅગિયાર વાગ્યે થયો હતો. કારમાં સવાર તમામ વિદ્યાર્થી વર્ધા જઈ રહ્યા હતા. સેલસુરા પાસે એક પુલ પરથી તેમની કાર નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનાં મોત થાય છે.

અકસ્માત વર્ધા પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ તુલજાપુર પર સેલસુરા શિવારમાં થયો. ગાડીમાં સવાર તમામ 7 વિદ્યાર્થીઓ સવાંગી મેઘે મેડિકલ કોલેજમાં ભણતા હતા. તેઓ યવતમાલથી સવાંગી મેઘે પાછા ફરી રહ્યા હતા. એસપી પ્રશાંત હોલ્કરે જણાવ્યું કે આ અકસ્માત રાતે લગભગ 11.30 વાગે થયો. મૃતકોમાં તિરોડા વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય વિજય રહાંગડાલેનો પુત્ર આવિશ્કાર પણ સામેલ છે.

મૃતકોની યાદી
1. અવિષ્કાર રહાંગડાલે, 2. નીરજ ચૌહાણ, 3. નિતેશ સિંહ, 4. વિવેક નંદન, 5. પ્રત્યુષ સિંહ, 6. શુભમ જયસ્વાલ, 7. પવન શક્તિ

એક દિવસ પહેલાં જ અકસ્માતમાં 5 મોત થયાં હતાં
એક દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં પુણે-અહમદનગર રોડ પર થયેલા અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં હતાં. એક બેકાબૂ ટ્રકે બે મોટરલાઈકલ અને એક કારને ટક્કર મારી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *