ખજુરભાઈની દરિયાદિલી / સુરતમાં ખજુરભાઈએ કરી એક એવી દીકરીની મુલાકાત કે જાણીને તમે પણ અચંભિત થઇ જશો : વિડિઓ જોઈને તમારી પણ આંખો ભીની થઇ જશે

ટોપ ન્યૂઝ સુરત

કોરોનાકાળન અંદર બૉલીવુડ અભિનેતા સોનુ સુદ લોકોની મદદે આવીને તેમના માટે ભગવાન બની ગયા, ત્યારે ગુજરાતની અંદર તૌકતે વાવાઝોડા દરમિયાન પોતાના કોમેડી વીડિયો દ્વારા લોકોનું મનોરંજન કરનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની પણ લોકો માટે ભગવાન રૂપ બન્યા અને ઘણા લોકોની મદદે આગળ આવ્યા.

ખજુરભાઈ તેમના સેવાકીય કાર્યોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. ત્યારે હાલમાં જ તેમને એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોની અંદર ખજુરભાઈ એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવી રહ્યા છે જેને દરેક વ્યક્તિએ મળવું જોઈએ.

ખજુરભાઈ વીડિયોની શરૂઆતમાં બારડોલીમાં છે અને તે જણાવી રહ્યા છે કે તે અહિયાંથી સુરત જઈ રહ્યા છે અને એક ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરવાના છે. જેના બાદ ખજુરભાઈ અને તેમની ટીમ સુરત જવા માટે રવાના થાય છે અને સુરત પહોંચતા જ તે રસ્તામાં સુરતના પ્રખ્યાત ખમણ ખાવાનો આનંદ પણ માણે છે.


વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે ખજુરભાઈ એક દીકરીના ઘરે જાય છે, આ દિકરીનું નામ દિવ્યા છે અને તેની ઊંચાઈ ખુબ જ ઓછી છે. ખજુરભાઈને તે એક ભેટ પણ આપે છે. આ ભેટ ખોલીને જયારે નીતિન જાની જુએ છે ત્યારે તેમાં તેમનું એક સરસ મજાનું પેઈંટીન્ગ જોવા મળે છે. આ પેઇન્ટિંગ દિવ્યાએ તેના હાથે બનાવ્યું હોય છે.

આ ઉપરાંત વીડિયોમાં દિવ્યા કહેતી જોવા મળી રહી છે કે સોશિયલ મીડિયામાં તે નીતિન જાનીના કામને જુએ છે અને તે જે રીતે કામ કરે છે તે તેને ખુબ જ પસંદ પણ આવે છે. દિવ્યા આગળ કહે છે કે તે પેઇન્ટિંગ બનાવવાનું કામ છેલ્લા બે વર્ષથી કરી રહી છે અને તે કમિશન દ્વારા ડ્રોઈંગનું કામ લે છે આ કામ દ્વારા તેને 1200 રૂપિયા મળે છે.

દિવ્યાને કેટલું ભણ્યા એમ નીતિન જાની પુછેછે ત્યારે દિવ્યા જણાવે છે કે તેને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ખજુરભાઈ પણ દિવ્યાના આ સાહસ અને તેની કામ કરવાની ધગશ જોઈને કહે છે કે જે લોકો પોતાના જીવનથી નિરાશ થઇ ગયા છે, હતાશ થઇ ગયા છે તેમને દિવ્યા પાસેથી શીખવું જોઈએ.


દિવ્યાબેને પોતાના સપના વિશે જણાવતા કહ્યું હતું કે તેમને આ ફિલ્ડમાં જ આગળ વધવું છે અને એક એકેડમી ખોલવી છે અને બીજા લોકોને પણ આ આર્ટ શીખવવું છે. આ ઉપરાંત દિવ્યાબેનેને ગાવાનો પણ શોખ છે, જેના બાદ નીતિન જાની તેમને એક ગીત ગાવાનું કહે છે અને દિવ્યા તેના મમ્મી માટે એક સુંદર મજાનું ગીત પણ ગાતા જોવા મળે છે.

દિવ્યાબેનના માતા-પિતા સાથે પણ ખજુરભાઈએ વાત કરી હતી. તેમના માતા પિતાએ જણાવ્યું હતું કે દિવ્યા જયારે નાની હતી ત્યારે ડબ્બા ઉપર બેસી તેને ઘસેડીને પોતાનુ કામ કરતી હતી, પરંતુ પછી અમે ટેબલની નીચે વ્હીલ લગાવ્યા અને હવે તેના દ્વારા તે પોતાનું બધું જ કામ કરી રહી છે. આગળ તે જણાવે છે કે તે જયારે ચોથા ધોરણમાં હતી ત્યારે તેનું વજન વધવા લાગ્યું અને શરીરના વજનથી તેના બંને પગ પણ વળી ગયા અને કામ કરતા બંધ થઇ ગયા.

જે લોકો જિંદગીથી કંટાળી ગયા છે તેમના માટે સંદેશ આપતા દિવ્યા કહે છે કે કોઈપણ પરિસ્થિતિ હોય તેની સામે લડો અને તેનો સામનો કરો અને ક્યારેય હિંમત ના હારો. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે દિવ્યા ઘરના કામ પણ ટેબલ ઉપર બેસીને કરે છે, તે કચરો પણ વાળતા જોવા મળી રહ્યા છે. ખજુરભાઈ પણ વીડિયોના અંતમાં આવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમને મદદ કરવા માટે જણાવે છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *