મોટી જાહેરાત / ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિતે નરેશ પટેલે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ માટે પણ કરી મોટી જાહેરાત : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ખોડલધામ ખાતે 10008 LED સ્ક્રીન પર રાષ્ટ્રગાનનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો

ખોડલધામ મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાને 21 જાન્યુઆરીના રોજ પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાયો છે. જ્યાં ચેરમેન પ્રમુખ નરેશ પટેલે સમાજના લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે, દરેક સમાજનું આમારા પર ઋણ છે, દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા આ સંકુલમાં બનશે. રાજકોટથી 20 કિ.મી. દૂર પડધરી પાસે અમરેલી ગામમાં 50 એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. જે ગુજરાતનું રોલ મોડલ હશે.ખોડલધામ મંદિરે ઘણા રેકોર્ડ મેળવ્યા છે. 17.01.2017ના જે લોકો સાક્ષી છે એમને ખબર છે. રાજકોટથી મા ખોડલની માતાજી મૂર્તિ પ્રસ્થાન કેશુભાઇ પટેલે કરાવ્યું હતું. અને કેશુબાપા મા ખોડલને લઈ આવ્યા હતા,લાખો લોકોને નિહાળીને મને ચિંતા થઈ હતી કે આટલી ભીડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, પણ માતાજીની કૃપાથી કોઈ બનાવ બન્યો નહોતો.

દરેક સમાજનો સાથ સહકાર મળ્યો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ ભવન નું લોકાર્પણ થશે જે શ્રાવણ મહિનામાં થશે. ખોડલધામ એ સંસ્થા નથી એક વિચાર છે. વિચાર ક્યારેય નષ્ટ થતો નથી. માત્ર લેઉવા પટેલ સમાજ નહિ સર્વ સમાજ નો સાથ મળ્યો છે. દરેક સમાજનો સાથ સહકાર મળ્યો છે. દરેક સમજે અહીં સહકાર આપ્યો છે. દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા અહીં સ્થાપિત થશે.

આ ખેડૂત મહાયજ્ઞના યજમાન હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આજે યજ્ઞ હતો તે વિશિષ્ટ પ્રકારનો યજ્ઞ હતો. 2011માં પ્રસાદ તરીકે લાડવો આપવામાં આવ્યો હતો. પડધરી તાલુકાના ડુંગરકા ગામના ખેડૂતે પોતાના મંદિરમાં આજદિન સુધી લાડવો સાચવી રાખ્યો હતો. આજે પણ એ લાડવો એવોને એવો છે. આજના દિવસે આ ખેડૂત મહાયજ્ઞના યજમાન હતા. 2017થી આજ સુધી ખોડલધામએ અનેક રેકોર્ડ સ્થાપ્યા હતા. કેશુબાપાને નરેશભાઈ પટેલે યાદ કર્યા. બાપાએ રાજકોટથી મૂર્તિનું પ્રસ્થાન કરાવ્યું હતું. પાંચ વર્ષ દરમીયાન દીકરા દીકરીઓને માર્ગદર્શન આપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા. સરદાર પટેલ ફાઉન્ડેશનમાં અનેકવિધ સેવાકીય અને શિક્ષણના કાર્ય થયા.

ખોડધામમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ખોડધામમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે. 2022 પછી રાજકોટ 25 કિમિ દૂર અમરેલી ગામમાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. અમરેલી ગામમાં ખોડલધામ મંદિરે જમીન લીધી. વાર બપોર સાંજ માતાજીની આરાધના થાય છે. મેગેજીન પણ પ્રસારિત થાય છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત, દરેક સમાજના મહાપુરુષો પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.

પૂર્વ CM કેશુભાઈ પટેલે પ્રતિમા પ્રસ્થાપિત કરી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,દરેક વર્ષે કાર્યક્રમ થયા. જે ઉત્સવો ઉજવણી થઈ તે સૌ સાક્ષી છે. ખોડલધામ પરિસર માં ઘણા રેકોર્ડ પ્રસ્તાવિત થતા રહ્યા છે. ગિનિસ બુક…. લિમ્કા બુક…. ગોલ્ડન બુક… વગેરે મળ્યા છે. 2017માં સવારે 4 વાગ્યે રાજકોટથી પૂર્વ CM કેશુભાઈ પટેલે પ્રતિમા પ્રસ્થાપિત કરી હતી. લાખો ટુ વહીલર એક પણ અણબનાવ વગર અહીં પહોંચ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી. ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન છે. રાજકોટથી 25 કિલોમીટર દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવામાં આવશે.. અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ જમીન ખરીદી. લોકોએ સામાજિક પ્રસન્નગો સાદાઈથી ઉજવણી કરવી જોઈએ. કોરોનાએ આપણને સાદાઈથી જીવન જીવતા શીખવ્યું.

મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું
ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મા ખોડલનાં દર્શન કર્યાં હતાં. તેમણે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો.ખોડલધામમાં વહેલી સવારથી જ મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મંદિરના પટાંગણને રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. 9 વાગે નરેશ પટેલ મહાઆરતી કરી હતી. ખોડલધામ મંદિરની યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હરજીભાઈ ટિબડિયા તથા તેમનાં પત્ની સહિત પરિવાર યજ્ઞમાં બેઠાં હતા. તેઓ રાજકોટ જિલ્લાના પડધરીના તાલુકાના ગઢડા ગામના રહેવાસી છે. તેઓ ખોડલધામ મંદિરના શિલાયન્સ વખતે પણ યજ્ઞમાં બેઠા હતા. આ ભવ્ય કાર્યક્રમનું આજે સવારે 9 કલાકે લાઈવ પ્રસારણ થયું હતું.

પાટીદાર સમાજ માટે મોટી જાહેરાત કરતા નરેશ પટેલે કહ્યું કે, ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી છે. જ્યાં ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન કરાયુ છે. રાજકોટ થી 25 કિલોમીટર દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવામાં આવશે. અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ જમીન ખરીદવામાં આવી છે.

તેમણે કહ્યું કે, દરેક ક્ષેત્રમાં આગેવાનો હોય છે. આગેવાન કેવા હોવા જોઈએ? આપણે સંકલ્પ કરીએ કે આપણે નિતિવાન આગેવાનોને જ પસંદ કરીએ. ખોડલધામ કોઈ સંસ્થા નહિ એક વિચાર છે. દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા ખોડલધામ મંદિરમાં સ્થાપવામાં આવશે.

લાખો ભાવિકો આ ઓનલાઈન પાટોત્સવમાં જોડાયા
બીજી તરફ, છેલ્લા ઘણા દિવસોથી નરેશ પટેલના રાજકારણમાં આવવાની સમાજની ઇચ્છાને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે આજે નરેશ પટેલના સમાજ જોગ સંદેશા પર સૌની નજર રહી હતી. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ ખોડલધામના સ્ટેજ પર ક્યારેય રાજકારણ નહિ કરે, ત્યારે આ સમાજના સંદેશામાં લેઉવા પાટીદાર સમાજને એક થવાનો અને અન્ય સામાજિક સુધારાના સંદેશાઓ આપ્યા હતા. રાજકોટ અને સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી પણ લાખો ભાવિકો આ ઓનલાઈન પાટોત્સવમાં જોડાયા હતા.

દેશ-વિદેશમાં પણ આજે માની આરતી થશે
કોવિડની ગાઈડલાઈન્સ પ્રમાણે, સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008થી વધુ સ્થળે આરતીનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેંગલુરુ સહિતની જગ્યાએ માતાજીની આરતી કરાઈ હતી. યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ મા ખોડલની આરતી કરી હતી.

30 મહિલાએ ખોડલ માતાનું નામ લખેલો 9 લાખ મમરાનો 9 મીટર લાંબો હાર બનાવ્યો
ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્ય પંચવર્ષીય પાટોત્સવ ઊજવાઈ રહ્યો હતો ત્યારે ગોંડલની ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા 9 લાખ મમરાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. મમરાના હારમાં એક મમરામાં એક એક શબ્દ સ્કેચપેનથી લખવામાં આવ્યા છે અને એકથી આઠ સુધીના મમરામાં ‘ભક્તિ દ્વારા એકતાની શક્તિ-જય મા ખોડલ’નું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું છે. 30 મહિલાએ રોજિંદા 6 કલાકનું કામ કરીને 20 દિવસની મહેનતના અંતે 9 લાખ મમરાનો ‘ભક્તિ દ્વારા એક્તાની શક્તિ-જય મા ખોડલ’ ના સૂત્રના લખાણ સાથે મમરાનો હાર તૈયાર કર્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.