પેપરકાંડ મુદ્દે નિવેદન / ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પેપર લીક મામલે આપ્યું મોટું નિવેદન, કહ્યું ભાજપ નેતાઓ…

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક ની પરીક્ષા નું પેપર ફૂટવાની ઘટના સામે આવતા જ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે આ અંગે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પોતાનું મંતવ્ય આપ્યું છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે આજે બનાસકાંઠાના ગઢ ગામે પહોંચ્યા હતા જ્યાં નરેશ પટેલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જોકે બાદમાં સભામાં પાટીદારોને પાટોત્સવના આમંત્રણ આપવામાં આવ્યું હતું. ખોડલધામના પ્રમુખ અને પાટીદાર આગેવાન નરેશ પટેલ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં પાટોત્સવના આમંત્રણ આપવા ફરી રહ્યા છે.

ત્યારે બનાસકાંઠાના ગઢ ગામે આજે નરેશ પટેલનું આગમન થતાં જિલ્લાભરના પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને બાદમાં સભા સ્થળે જિલ્લાભરના પાટીદાર સમાજના આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નરેશ પટેલ ના આગમનને લઇ ને પાટીદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નરેશ પટેલ સાથે પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ સહિત પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે આજે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 2 દિવસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામનાં વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં દિપકની પૂછપરછ ચાલી રહી છે. વીડિયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગઈકાલે પોલીસે બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી હતી. નોંધનીય છે કે, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી આજના એક સહિત છેલ્લા 3 દિવસમાં 9 આરોપીઓ ઝડપાયા છે જ્યારે 23 લાખ જેટલી રકમ પણ પોલીસે જપ્ત કરી છે.

72 ઉમેદવાર પાસે લીક થયેલું પેપર પહોંચ્યાનો દાવો : રવિવારે યોજાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા, પ્રાંતિજ સહિતના 72 જેટલા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પહેલાં જ પહોંચી ગયાનો આક્ષેપ કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાયેલ બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા નું હિંમતનગર તાલુકામાં થી પેપર લીક થયા હોવાનું મામલો સામે આવ્યો છે.

ત્યારે મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે આ મામલે 10 લોકો સામે એફઆઈઆર થઈ છે, અને 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.