ખોડલધામ પાટોત્સવની ઝલક / ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે જાણો આ ભવ્ય મંદિરના નિર્માણ પાછળની વાત : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

બે લાખ ઘનફૂટ રાજસ્થાની પથ્થરમાંથી બનાવવામાં આવ્યું ભવ્ય મંદિર, મંદિરની જગતીના ભાગમાં પટેલ સમાજના શિલ્પ મૂકવામાં આવ્યા છે

સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનની વાત આવે ત્યારે બે મંદિરનાં નામ લેવાતાં- સોમનાથ અને દ્વારકા. હવે મોટાં મંદિરોમાં ત્રીજા ધામનું પણ નામ લેવાય છે. સૌરાષ્ટ્રનું આ ત્રીજું મોટું તીર્થક્ષેત્ર છેલ્લાં પાંચ વર્ષમાં ઊભર્યું છે. આ તીર્થધામ રાજકોટથી 65 કિલોમીટર દૂર જલારામ બાપાના ગામ વીરપુરથી માત્ર 11 કિલોમીટર દૂર કાગવડ ગામ પાસે છે. એ છે ખોડલધામ. અહીં બિરાજમાન છે મા ખોડલ.

આ ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક છે. 21 જાન્યુઆરી 2017ના દિવસે ખોડલધામનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. આવતીકાલે 21 જાન્યુઆરી 2022ના દિવસે ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. કોરોનાને કારણે પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે.

ખોડલધામ મંદિરનું નિર્માણ મંદિરના વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું. મંદિરના આંગણે ભવ્ય ઉત્સવો પણ ઊજવાયા. લેઉવા પટેલ સમાજની એકતાની શક્તિને કારણે બે ગિનેસ બુક, એશિયા બુક, ઈન્ડિયા બુક સહિતના 10 રેકોર્ડ નોંધાયા. ખોડલધામ મંદિરનું નિર્માણકામ પણ ઈતિહાસમાં કંડારાઈ ગયું. સમસ્ત લેઉવા પટેલ સમાજે તન, મન, ધનથી મા ખોડલનાં ચરણોમાં સેવા અર્પણ કરી.

લેઉવા પટેલ સમાજના કુળદેવી છે માઁ ખોડલ
માઁ ખોડલ આમ તો ઘણી જ્ઞાતિઓનાં કુળદેવી છે, પણ લેઉવા પટેલ સમાજના કરદેવી એટલે કે આરાધ્ય દેવી કહેવાય છે. બોટાદના રોહિશાળા ગામે ચારણ જ્ઞાતિના મામડિયા અને દેવળબાના ઘરે સાત સંતાનમાં છઠ્ઠા સંતાન તરીકે તેમનો જન્મ. મહા સુદ આઠમે જન્મેલા માઁ ખોડલનું નામ જાનબાઈ હતું. દંતકથા મુજબ, ભાઈ મેરખિયાને બચાવવા એ પાતાળમાં અમૃતકુંભ લેવા ઊતર્યાં. પાતાળમાંથી ઉપર આવવામાં મગરે તેમને મદદ કરી, એટલે મગર તેમનું વાહન છે.

જાનબાઈ પાછા ફર્યાં ત્યારે તેમના પગમાં ઈજા થઈ હતી અને ચાલવામાં તકલીફ પડતી હતી. ત્યારે તેમના બા દેવળબા બોલી ઊઠ્યાં, આ ખોડી તો નથી થઈ ને! અમૃતકુંભ સાથે હોવાથી બધાએ માન્યું કે આ દૈવી અવતાર છે. તેો ખોડીઆઈ તરીકે માન પામ્યાં અને પછી ખોડિયાર તરીકે પૂજાવા લાગ્યાં. કહેવાય છે કે માઁ ખોડલની કૃપાથી સૌરાષ્ટ્ર પ્રાંતના પટેલો ખેતી કરી શક્યા, એટલે પટેલ સમાજના આરાધ્યા દેવી કહેવાયા. સૌરાષ્ટ્રમાં માઁ ખોડલનાં ચાર મુખ્ય ધામ છે. ધારી પાસે ગળધરામાં, ભાવનગર પાસે રાજપરામાં, મોરબી પાસે માટેલમાં અને કાગવડમાં ખોડલધામ.

ગોંડલન શિલ્પાબેન પાંભરને આ હાર બનાવવાનો વિચાર આવ્યો હતો. તેઓ કહે છે કે, છેલ્લા ત્રણ વર્ષથી તેઓ આવો હાર બનાવવા વિશે વિચાર કરી રહ્યા હતા. આ હાર બનાવવામાં પહેલા મમરા પર મા ખોડલ લખવાનુ હતું, પછી વિચાર આવ્યો કે આખું સૂત્ર લખીએ. બધા લોકો મને કહેતા કે મમરા પર લખાણ નહિ લખાય. પછી એક વાર મેં તેનો કર્યો અને સક્સેસ થયું. એટલે ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ શીતલબેન માથુકીયા, વર્ષાબેન માવાણી, ગીતાબેન ધડુક, રેખાબેન સાવલિયા, કલ્પનાબેન વોરા, સરોજબેન પાંભર, રાધાબેન ક્યાડા, નીતાબેન, નયનાબેન આ કામમાં જોડાયા હતા. આમ, હાર બનાવવાની શરૂઆત કરવામાં આવી.

( ખોડલધામ કાગવડનો અલૌકિક વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/19/khodal-dham-special-mehul-shailesh_1642598223/mp4/v360.mp4 )

આવતીકાલે 21 જાન્યુઆરી 2022ના દિવસે ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. કોરોનાને કારણે પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે. ત્યારે શ્રી ખોડલધામ મંદિર ખાતે પંચવર્ષીય પાટોત્સવમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને ગોંડલની મહિલાઓ દ્વારા મમરાનો હાર અર્પણ કરાશે. ખાસ વાત તો એ છે કે, મમરાનો 9 મીટરનો હાર બનાવાયો છે, જેમાં 9 કિલો મમરાનો ઉપયોગ કરાયો છે. દરેક મમરા પર સ્કેચપેનતી લખાણ લખવામાં આવ્યુ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.