ગામના જ નરાધમોએ 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી, જુઓ પછી લાશ સાથે કર્યું એવું કે જાણીને તમે ધ્રુજી જશો

ટોપ ન્યૂઝ

દુષ્કર્મ ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. દેશની દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તે જણાઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક 13 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ તેની કણપીણ હત્યા કરી નાખી હતી.

સાથે જ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને 7 ફૂટ લાંબા અને 4 ફૂટ ઊંડા ખાડામાં દફન કરી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, બિહારના બગહામાં રહેતી તેમજ ધોરણ 6માં ભણતી સગીરા 15 ડિસેમ્બરના રોજ ઘરેથી ગુમ થઈ હતી. જેને પગલે સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ત્યારે નદી તરફ શોધખોળ હાથ ધરતા ત્યાં જમીન ખોદી હોવાનું દેખાયું હતું. તેના પર બોરના ઝાડના કાંટા મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન ગામલોકોને શંકા જતાં જમીનમાં ખોદકામ કર્યું તો ત્યાંથી તરુણીનો મૃતદેહ મળી આવ્યો હતો. સાથે સ્કૂલ યુનિફોર્મ પણ ત્યાંથી જ મળી આવ્યો હતો.

વધુ તપાસ હાથ ધરવામાં શેરડીના ખેતરમાંથી તેનાં ચંપલ પણ મળી આવ્યાં હતાં. ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, શેરડીના ખેતરમાં તેની સાથે પહેલા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. બાદમાં નદીકિનારે ખાડો ખોદી મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો.

તરુણીની શેરડીના પાન વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ગામના જ એક યુવક પર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ તરુણીનો મૃતદેહ મળી આવ્યા બાદ લોકો રોષે ભરાયા હતા.

લોકોએ રસ્તા પર ઊતરીને ભારે હોબાળો કર્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરના રોજથી જ તરુણીનું અપહરણ કરવામાં આવ્યું હોવા બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *